________________
તેનો અર્થ સમજી શકતા નથી, અથવા કોઈ અજાણું ચીજ જોવામાં સુંધવામાં, સ્પર્શવામાં કે ચાખવામાં આવે, ત્યારે આપણે તેનું નામ નથી જાણતા હતા. દાખલા તરીકે કોઈ બીજા દેશના માણસ આપણી પાસે પોતાની ભાષાને કેઈપણ શબ્દ બોલે, આપણે તે શબ્દ સાંભળીએ, ત્યાં સુધી મતિજ્ઞાન થાય છે. પરંતુ આપણે તે શબ્દને અર્થ સમજતા ન હોવાથી તેના અર્થનોવસ્તુને ખ્યાલ કરી શકતા નથી. અર્થાત આપણને તેનું શ્રુતજ્ઞાન થતું નથી. તેવી જ રીતે કોઈ જોવા લાયક સ્થળમાં કે કઈ વેપારીની દુકાને કેઈ અજાણી ચીજ આપણે જોઈએ ત્યારે, એ ચીજને જોઈએ એટલે આપણને તેનું આંખથી મતિજ્ઞાન થાય છે. પરંતુ તેનું નામ ન જાણતા હોવાથી આપણને તેનું શ્રુતજ્ઞાન થઈ શકતું નથી, પરંતુ આપણી જાણતી ચીજનું આપણને મતિજ્ઞાને થતાંની સાથે જ શ્રુતજ્ઞાન થાય છે. જેમકે–ગાય જોતાંની સાથે -“ગાય આવી” એમ એ પિંડને માટે ગાય શબ્દ તરત જ જોડીને બોલી ઊઠીએ છીએ. તથા કઈ કહે કે-“ગાય લાવો,” કે તરત બીજી કોઈ ચીજને ન અડકતાં આપણે ગાયને જ હાજર કરીએ છીએ. કેમકે- ગાય જેવા ઉપરથી આપણને તેનું નામ “ગાય” યાદ આવે છે, અને ગાય નામ સાંભળવા ઉપરથી આપણે ગાયને જ પકડી લાવીએ છીએ.
આ પ્રમાણે, વસ્તુને જોયા વિના, શબ્દ ઉપરથી વસ્તુ સમજી લઈએ છીએ, તેવી જ રીતે, કોઈ પણ માણસ નામ બેલ્યો ન હેય, છતાં વસ્તુને જોઈને આપણને તેના નામનો ખ્યાલ આવે છે. તે બનેય શ્રુતજ્ઞાન ગણાય છે. અર્થાત શબ્દ એટલે વાચક, તે ઉપરથી વસ્તુ વાચકવા, તેનું આપોઆપ ભાન થાય, અથવા વાગ્ય એટલે વસ્તુ, તે જોઈને તેનું નામ-વાચક પદ યાદ આવે છે, તે બનેય શ્રુતજ્ઞાન કહેવાય છે, હવે બરાબર સમજાયું હશે કે- મતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org