________________
૨૬૭
વિગેરે પ્રકારે જ્ઞાન કરવાની શક્તિ હોય છે. તે તે પ્રકારે તેઓ જ્ઞાન કરી શકે છે, દરેકનું સામર્થ્ય સરખું નથી હતું. તેથી બહુ વિગેરે ભેદની અપેક્ષાએ દરેક વ્યંજનાવગ્રહાદિકના ૧૨ ભેદ કરતાં મતિજ્ઞાનને ૩૩૬ ભેદ થાય છે. જે વસ્તુ આપણે પહેલેથી ઓળખતા હોઈએ, એટલે કે અમુક શબ્દનો અમુક અર્થ થાય છે, અને અમુક પદાર્થને માટે અમુક શબ્દ છે, એ જાતનું બાળક અવસ્થાથી મોટી ઉંમર સુધી જ્ઞાન થયું હોય છે. તે ઉપરથી જ્યારે જયારે તે શબ્દ સાંભળવામાં આવે, અને તેનું જ્ઞાન થાય, અથવા તે વસ્તુ જોવામાં આવે અને તેના શબ્દનું જ્ઞાન થાય, તે યુતિનિશ્રિત મતિજ્ઞાન કહેવાય. નાનું બાળક સૌથી પહેલું પિતાની માને ઓળખે છે, અને તેને માટે જ્યારથી “મા” શબ્દ બોલે છે, સૌથી પહેલું જ્યારે તે માને ઓળખવા શીખ્યું, ત્યાર પછી જેટલી વાર જુવે, તેટલી વાર મા શબ્દને શબ્દ પ્રયોગ કરે, તે દરેક કૃતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય. એટલે વ્યંજનાવગ્રહાદિક ૩૩૬ ભેદ કૃતનિશ્રિત મતિ જ્ઞાનના ગણાય.
શબ્દ અને પદાર્થના અનાદિકાળના લેકસિદ્ધ સંકેતોના પ્રથમ થયેલા શ્રુતજ્ઞાનની મદદથી પછીના જે મતિજ્ઞાન પ્રવર્તે, તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન. અને જેનું એવી રીતે પહેલાં શ્રુતજ્ઞાન ન થયું હોય, અને મતિજ્ઞાન પ્રવતે તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. આવું જ્ઞાન તીવ્ર અનુમાન શક્તિ અને કુદરતી તીવ્ર બુદ્ધિથી થાય છે. કેટલાય માણસો થડા માં ઘણું સમજી જાય છે, અથવા વસ્તુ સમજવાને કાંઈ પણ સાધન ન હોવા છતાં મન પિતાની કલ્પના અને તર્ક બુદ્ધિથી આશ્ચર્યકારક વસ્તુ અને હકીકત ઊભી કરે છે તેમાં પ્રથમ કોઈ પાસેથી તેને જાણવાની સગવડ નથી મળી હતી.)આ વા મતિજ્ઞાનના ચાર પ્રકાર છે. ઔત્પાતિકી, વનચિકી, પરિણામિકી અને કમંજા બુદ્ધિ. આમાં પણ વ્યંજનાવગ્રહાદિક પ્રવર્તે છે, પણ તેને ગણતરીમાં લીધા નથી. આ ચાર બુદ્ધિના નંદી સૂત્રમાં ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org