Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ભગવંતના વાક્યો દ્રવ્ય મૃત કહેવાય છે. ગણધર ભગવંતે તે સાંભળે, અને તેને બેધરૂપ શ્રુતજ્ઞાન થાય છે, તે ભાવકૃત કહેવાય છે. તે ઉપરથી રચાયેલા સૂત્રો દ્રવ્યગ્રુત કહેવાય છે. પરંતુ સૂત્રની અપેક્ષાએ ભાવથુત કહેવાય છે. એ સૂત્રો લખાય તો તે દ્રવ્ય કે સ્થાપના સૂત્ર કહેવાય છે. પરંતુ તે સર્વને દ્રવ્ય શ્રુતજ્ઞાન કહેવામાં હરકત નથી. વ્યંજનાક્ષર અને સંજ્ઞાક્ષર પણ દ્રવ્યયુત છે. લયશ્નર ભાવકૃત છે.
આ ઉપરથી શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રો, એ પણ અર્થ કરી શકાય છે. જીવોને શ્રુત થાય છે, તેનું પણ માપ અને સ્વરૂપ આ ભૂતના અક્ષર તથા તેના પર્યાયો વડે સમનવેલ છે. - દ્વાદશાંગશ્રુતના ભેદો અને તેને વિસ્તાર સાથેના કોઠામાં આપે છે.
બાકીના ત્રણ જ્ઞાન મતિ અને અતજ્ઞાન સિવાયના જે જ્ઞાન સાક્ષાત્ આત્મા પોતે સીધે સીધા કરે છે, તેમાં ઈકિય વિગેરે કોઈની મદદ લેવાની જરૂર પડતી નથી, તે પ્રત્યક્ષ પ્રમાણુરૂપ જ્ઞાન કહેવાય છે.
કેવલજ્ઞાન સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયાનું જ્ઞાન કરે છે, ત્યારે મન:પર્યાય માત્ર મનો વર્ગણાના પુદ્ગલ દ્રવ્યોનું અઢીદીપમાંના સંક્ષિપંચેકિયજીવોએ પિતાનું મન બનાવેલું હોય છે. તે મનેદ્રવ્યરૂપમનના વિચાર કરતી વખતે થયેલા આકારે જાણે અને તે ઉપરથી ઓછું વધતું અનુમાન કરી શકે. તે આકારોને અક્ષરોની માફક એવી રીતે જાણે કે તેના ઉપરથી ઓછું અનુમાન કરી શકે, તે ઋજુમતિ મન:પર્યાય જ્ઞાન અને વિશેષ અનુમાન કરી શકાય તેવી રીતે અક્ષરોની માફક આકારો જાણે તે વિપુલમતિ મનઃ પર્યાય કહેવાય છે. મનઃ પર્યાયજ્ઞાન દ્રવ્ય નથી જાણતું, પરંતુ મનના પર્યાય જાણે છે, પર્યાય એટલે વિશેષ જાણે છે. જેથી તેને દર્શન હતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org