________________
કહેવાય છે. જ્યાં સુધી સુગંધના કંધોને આપણી નાસિકા–ઇનિત્ય બરોબર ન જાણી શકે, છતાં ગંધના કંધો નાકને સ્પર્શતા હતા, ત્યાં સુધી તે વ્ય જન સ્વરૂપમાં હતા.
આ જગતમાં શબ્દ, રસ, ગંધ અને જુદા જુદા સ્પર્શને લાયક સ્કંધે ચારેય તરફ ફેલાતા હોય છે. જે તેમ ન હોય, તે ચારેય તરફના માણસો એક ઠેકાણે વચ્ચે ગવાતું ગાયન સાંભળી શકે નહીં, સભા વચ્ચેના ફૂલની સુગંધ લઈ શકે નહીં. વચ્ચે પડેલી ખાટી કેરીની ખટાશની ફેલાતી અસરથી દરેકના મોંમાંથી પાણી છૂટે નહીં, તેમજ વચ્ચે રહેલા અગ્નિનો તાપ સૌને લાગે નહીં, શિયાળામાં તળાવ પાસેથી નીકળતા દરેકને વધારે ઠંડી લાગે નહીં.
સારાંશ કે-આ ચારેય ઈદ્રિયોના વિષયના સ્કો ચારેય તરફ ફેલાતા હોય છે.
સામેથી આંખની કીકીમાં જેનું પ્રતિબિમ્બ પડે છે, તેને આંખ જાણી શકે છે. જેનું પ્રતિબિમ્બ ન પડે, તે વિષે આંખ જાણી શકે નહીં. વસ્તુ કાચની આડે હોય કે પાણીમાં હોય, પરંતુ તે પદાર્થનું પ્રતિબિમ્બ જે આંખમાં પડે તો તે આંખ જાણી શકે છે. વસ્તુ સામે જ હોય. પરંતુ તે અંધારામાં પડી હોય, કે કોઈ વસ્તુની આડે હોય તે, એટલે આંખમાં તેનું પ્રતિબિમ્બ ન પડતું હોય તો, તે વસ્તુને આંખ જોઈ શકતી નથી. તેમજ પ્રતિબિમ્બ બરાબર પડી શકે તેવી આંખ ન હોય–આંખમાં ખામી હોય, ખરાબ થઈ હેય, તે પણ વસ્તુને આંખ જાણું શકતી નથી. આંખને સોયની અણી અડકાડો તે તે અણુનો ભાગ આંખ દેખી શકતી નથી. કદાચ દૂરનો છેડો દેખી શકે છે. પરંતુ સ્પર્શ કરે છે, તે ભાગતો આંખ જોઈ શકતી જ નથી.
માટે, આંખ દૂરથી જ પોતાના વિષયને પિતામાં પડેલા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org