________________
૨૬૩
વસ્તુની-વિષયની પ્રથમ સ્થિતિનું નામ વ્યંજન, અને પછીની સ્થિતિનું નામ અથે કહીશું. અર્થ એટલે પોત પોતાની ઈદ્રિય સમજી શકે તેવી સ્થિતિમાં ઇન્દ્રિયો સાથે સંબંધ પામેલી વસ્તુ, અને અપૂર્ણ હાલતમાં ઈદ્રિયો સાથે સંબંધ પામેલી વસ્તુ વ્યાજન કહીશું. અર્થ અને વ્યંજનરૂપ પદાર્થોને સંબંધ જ્યારે ઈ િમારફત આત્મા સાથે થાય છે કે, સુરત આત્માને જ્ઞાનગુણ જાગ્રત થઈને તેને પહેલે વહેલે જાણવાનો પ્રયાસ શરૂ કરે છે. એટલે એ બે જ્ઞાન વસ્તુને પહેલ-વહેલાં પકડનારાં હોવાથી તેનું નામ અવગ્રહ કહેવાય.
બાહ્ય ઈન્દ્રિો સાથે અંદરની ઇન્દ્રિયો જોડાયેલી હોય છે. અને અંદરની ઇન્દ્રિયો સાથે આત્મા જોડાયેલ હોય છે. બાહ્ય ઇન્દ્રિયોએ પકડેલા વ્યંજન કે અર્થની અસર આત્મા ઉપર બાહ્ય અને અંદરની ઈન્દ્રિયો મારફત થતાં જ જ્ઞાનનો ઉપયોગ શરૂ થઈ જાય છે. એ જ્ઞાન પ્રયોગનું જ નામ અવગ્રહ કહેવાય છે. એ અવગ્રહરૂપ ઉપયોગ વિસ્તરવા માંડે, તે-ઈલા. અને ઈહા વિસ્તરવા માંડે એટલે જે ઇન્દ્રિો જે વિશ્વને અવરહ્યો હોય, તે કઈ ઇન્દ્રિયને છે ?” એ નક્કી થઈ જાય કે “શ, ગંધ, રસ, સ્પર્શ, કે વર્ણ એટલે શ્રેત્ર, ઘાણ, રસના, સ્પર્શન, કે ચક્ષુદને વિષય છે, બીજાને નથી.” એવી જાતના ઉપયોગસ્વરૂપ એક નિર્ણયાત્મક ઉપયોગ થાય, તે અપાય. અપાય એ સાકારોપયોગ છે. અને હા સુધી નિરાકારોપગ છે. માટે અપેક્ષાએ તેટલે અંશ દર્શનોપગ પણ કહેવાય છે.
અપાય ઉપયોગ પછી આત્મા વિષયને એ જ સ્વરૂપમાં જાણીને ટકી રહે, તે ધારણું ગણાય છે. પરંતુ આ ધારણાનું નામ અવિસ્મૃતિ ધારણ કહેવાય છે. એટલે અપાયે પયોગના વિષય તરીકે જે વસ્તુનું પ્રતિબિમ્બ જ્ઞાનમાં પડેલું છે. તે લગભગ એવું ને એવું-યુત થયા વિના–થોડે વખત ટકી રહે છે. પછી તે વસ્તુ કંઈક વધારે સહેજ સહેજ ભૂલાવા માંડે છે. અને વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org