Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૫૯
તુજ પંજો ઉંચકે છે. ચાલાક માણસ આવે વખતે જીવવા માટે શરીરની સવકિયાઓ રેકી લે છે. જો કે તદ્દન સૂક્ષ્મ ક્રિયા તો રોકી શકાતી જ નથી. નાડીના અને હૃદયના ધબકારા તદ્દન બંધ કરી શકાતા નથી. શ્વાસ તદ્દન બંધ કરી શકાતો નથી. તે ચાલુ હોય છે. છતાં સિંહ જાણ ન શકે, તેવી સ્થિતિમાં ચાલુ રાખી શકાય છે. એવી સ્થિતિમાં રાખે તે જ બચાવ થાય તેમ હોય છે.
હૃદયના ધબકારા સૂક્ષ્મ થતા હોય છે, તેની ધ્રુજારીઓની સૂક્ષ્મ અસર વાતાવરણમાં પણ અથડાતી હોય છે. અને સિંહને કાને પણ એ અવાજના બારીક તરંગે અથડાતા હોય છે. પરંતુ બરાબર સાંભળી શકે તેવા ન હોવાથી તે સંભળાયા ન હોવાથી સિંહ તે માણસને મરેલો જાણીને ચાલ્યો જાય છે.
એટલે જયારે સિંહને કાને અવાજના ધબકારા અથડાતા હોય છે. ત્યારે તેના શરીરમાં રહેલે આત્મા તે ધબકારાને જાણ્યા વિના રહેતું નથી. જેમકે-જેમ બારી ઉઘડતાની સાથે જ કાચના અરીસામાં બારીકમાં બારીક અને મોટામાં મોટી જે કઈ વસ્તુ સામે હોય તેનું પ્રતિબિંબ પડયા વિના રહેતું નથી. બારીકમાં બારીક રજકણોના પણ પ્રતિબિંબ પડે છે. જો કે તે આપણે જોઈ શકતા નથી. તેજ પ્રમાણે ખુલ્લી અને નિરોગી ઇતિ મારફત પિતાના વિષયનું પ્રતિબિંબ આત્મામાં પડતાં જ જ્ઞાન ઉપર પણ એની અસર થયા વિના રહેતી નથી. અને ઉપગ જાગવા માંડે છે. પરંતુ કેટલીક એટલી બધી બારીક અસર હોય છે, કે આપણું ધ્યાનમાં આવતી નથી. એટલે કે વિષય પકડતાં જ જ્ઞાન પયોગ તે જાગવા માંડે જ છે, એ રીતે ઉપયોગમાં વિષય પકડાય, એટલે વિષય પકડનાર ઉપગ, તે જ અવગ્રહ, અવગ્રહ બે પ્રકારને હેય છે.
વ્યાજનાવગ્રહ અને અર્થાવગ્રહ, સિંહને જ્યાં સુધી ધબકારાને વ્યંજનાવગ્રહ થાય છે, ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org