________________
૨૫૨
વિગેરે સ્થળે જ્ઞાનપદની પછી અમુક હેતુસર મુકવામાં આવેલ છે. કેમકે- સામાન્ય રીતે પાંચ આચારમાં જ્ઞાનાચાર પહેલે મૂકવામાં આવ્યો છે, તે અધગમાત્મક જ્ઞાનની મુખ્યતાની અપેક્ષાએ છે. કેમકે અધિગમાત્મક જ્ઞાન પછી સમ્યગદર્શન થાય છે. “તન્નસ
દધિગમાદુવા ૧-૪ [તત્વાર્થસૂત્ર), પછી સમ્યગજ્ઞાન થાય છે. અને પછી દેશ કે સર્વવિરતિરૂપ સમ્યક્ ચારિત્ર થાય છે. એટલે દર્શન સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક, અને સર્વવિરતિ સામાયિક, એ ક્રમમાં વળી વિકાસક્રમની દ્રષ્ટિથી પ્રથમ દર્શનને લઈને ક્રમ બતાવ્યો છે.
પરંતુ પંચાચારમાં અધિગમાત્મક જ્ઞાન, પછી દશન, પછી દેશ અને સવચારિત્ર. અને તપાચાર તથા વર્યાચાર એ બેને પ્રધાન પણે ચારિત્રાચારના પોષક પ્રધાન અંગ તરીકે જુદા પાડી બતાવ્યા છે. અહીં સર્વત્ર દર્શન શબ્દનો અર્થ સમ્યકત્વ કરવાનો છે. નિરાકારો પોગરૂપ કરવાનો નથી, કેમકે–તેનો સમાવેશ જ્ઞાનમાં– જ્ઞાનાચારમાં થઈ જાય છે. આચારની દષ્ટિથી સાકાર-નિરાકારોપયોગ વ્યવસ્થાની બહુ આવશ્યકતા નથી. પરંતુ જ્ઞાનોપયોગની દષ્ટિથી એ ભેદની આવશ્યકતા છે જ. તરવાર્થમાં “તવાર્થ, શ્રદ્ધાનું સમ્યગદર્શનમ” ૧-૨ કહીને તેની ઉત્પત્તિના કારણમાં
તનિસર્ગોદધિગમા વા” ૧-૩ કહે છે. એટલે કે સંખ્યા દર્શન નિસર્ગથી અને અધિગમથી ઉત્પન્ન થાય છે. પરંતુ જેને સમ્યગદશન ઉત્પન્ન કરવું હોય, તેને તો મુખ્યતાએ અધિગમન જ આશ્રય લેવાનો છે. અને તે અધિગમ સત્સંખ્યાદિ, નિર્દેશ સ્વામિવાદિ, અનુયોગો તથા પ્રમાણ અને નયો વડે થાય છે. એટલે શાસ્ત્રબોધ, ઉપદેશ, પઠન-પાઠન વિગેરે કરવાથી અધિગમ થાય છે. તે અધિગમ કરવા માટેના સાધન તરીકે તે કરાવનાર ગ્રંથનું નામ પણ તત્ત્વાર્થાધિગમસૂત્ર રાખવામાં આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org