________________
ત્રણના વિપર્યયને અપ્રમાણ તરીકે અર્થથી ગણવેલા છે. જ્ઞાનાભાવ, સંશય, ભ્રમ, અનદયવસાય વિગેરે સ્પષ્ટ અને ખરા નિર્ણયરૂપ ન હેવાથી પ્રમાણ ઠરતા નથી. તેથી તે સર્વ અપ્રમાણ તરીકે સિદ્ધ થાય છે.
પ્રમાણુ પ્રમાણ વ્યવસ્થા મુખ્યતાએ ઉપયોગને અને તે પણ સાકારોપયોગને આશ્રયને છે. એટલે નિરાકારોપયોગને ન પ્રમાણ કે ન અપ્રમાણ તરીકે ગણી શકાય, અથવા ઉપચારથી પ્રમાણભૂત સાકારોપયોગના કારણભૂત નિરાકારોપયોગને પ્રમાણ તરીકે અને અપ્રમાણના નિરાકારોપયોગને અપ્રમાણુ તરીકે કોઈ ઠેકાણે જણાવેલ હેય. તેથી તેનો વિરોધ કરવા જેવું નથી. તે જ પ્રમાણે અજ્ઞાનાત્મક સાકારોપયોગને કારણભૂત નિરાકારો પયોગને ઉપચારથી અપ્રમાણ તરીકે જણાવેલ હોય, તો તે પણ અવિરુદ્ધ જણાય છે.
અપ્રમાણને પણ જુદા જુદા અર્થ કરવા પડે છે. પ્રમાણ વિરુદ્ધ અપ્રમાણુ અથવા અનિર્ણયાત્મક કે અવ્યક્ત પ્રમાણ અથવા સંપૂર્ણ પ્રમાણ સ્વરૂપાભાવરૂપ અપ્રમાણ, પ્રમાણભાવરૂપ અપ્રમાણ, આમ કરવાથી વિપર્યય-ભ્રમ–ઉલટું જ્ઞાન, નિરાકારોપયોગ–અનધ્ય વસાયરૂપ, અને સંશય એ ત્રણેય અપ્રમાણના ભેદનો અને પ્રમાણ ભાવનો સંગ્રહ થઈ જાય છે. પ્રમાણને અત્યન્તાભાવ સિવાયના એ સર્વ પણ એક જાતનો ઉપયોગ તો છે જ.
એટલા માટે શ્રી તરવાથકાર ભગવંતે જ્ઞાનૌતન્યશક્તિના પાંચ પ્રકાર બતાવ્યા અને તેના સાકારોપયોગને જ બે પ્રમાણમાં
ચી નાખેલ છે. અને શેષ ઉપયોગને અજ્ઞાન સ્વરૂપ તથા દર્શન સ્વરૂપ બતાવીને તેને અર્થાત અપ્રમાણ કોટિમાં સમાવીને રાખ્યા છે. આ દષ્ટિથી નિરાકાર, નિર્વિકલ્પ, દર્શન, અનવસાય વિગેરે નામથી ગણાતી જ્ઞાનમાત્રાઓને અપ્રમાણ તરીકે ગણવે તેમાં જૈન તર્કશાસ્ત્રનું પ્રત્તિપાદન કેટલેક અંશે સહેતુક પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org