________________
૨૪૦
છે. અજ્ઞાન પણ એક જાતનું જ્ઞાન તો છે જ, ચૈતન્ય શક્તિ છે. દર્શન પણ એક જાતનું જ્ઞાન છે. પરંતુ એ બે (અજ્ઞાન અને દર્શન) અવસ્થા સિવાયની જ્ઞાનની અવસ્થા માટે જ્ઞાન શબ્દ મર્યાદિત કરેલ છે. તેમજ સર્વજ્ઞાનમાત્રાઓ રૂપે વ્યાપક અર્થમાં પણ જ્ઞાન શબ્દ વપરાય છે
આ પ્રમાણે પ્રમાણ વ્યવસ્થા પણ ઉપયોગને આશ્રયીને જણાય છે. કેમકે-જ્ઞાનને વપરાશ ઉપયોગ મારફત જ થાય છે.
કોઈ પણ વસ્તુના ખરા ખોટા નિર્ણય જ્ઞાનથી જ થાય છે. પછ–ખો નિર્ણય કરનારૂં જ્ઞાન પ્રમાણભૂત જ્ઞાન ગણાય છે. અને ખોટો કે અસ્પષ્ટ નિર્ણય કરનારૂ અથવા ખરો નિર્ણય ન કરનારૂં જ્ઞાન અપ્રમાણ ગણાય છે. એટલે નિર્ણય કરવાનું કામ ઉપયોગનું જ છે. ઉપયોગ પ્રવર્યા વિના જ્ઞાનશક્તિ કાંઈ પણ નિર્ણય કરી શકતી જ નથી. માટે પ્રમાણુ અપ્રમાણ વ્યવસ્થા પણ ઉપયોગને આધારે જ છે. તેમાં પણ સાકારોપયોગ જ ખરો નિર્ણય કરી આપે છે. અનાકારોગ કે અજ્ઞાનાત્મક સાકારોપયોગ ખરે નિર્ણય કરી શકતો નથી. માટે તે બંને પ્રમાણમાં ગણેલ નથી. માટે આ પાંચ પ્રકારના સાકારોપયોગ જ પ્રમાણું ગણાય છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનની સાથેના નિરાકારોપયોગ પ્રવર્તે છે. ખરા, પરંતુ તે ખરી વાતનો સ્પષ્ટ નિર્ણય કરી શકતા નથી માટે તેને પ્રમાણ વ્યવસ્થામાં ગણવામાં આવેલા નથી. તેમજ મિથ્યાવસહકુ ત મતિ, ચુત, અવધિના સાકારોપયોગો પણ નિર્ણય કરે છે ખરા, પરંતુ બેટા નિર્ણય કરે છે, એટલે તેઓ પણ પ્રમાણુ નથી, પરંતુ પ્રમાણ વ્યવસ્થાની દૃષ્ટિથી અપ્રમાણ ગણાય છે.
આટલા જ માટે તવાર્થ સૂત્રમાં ઉપયોગે ૧૨ ગણવેલા છે પરંતુ પ્રમાણ તરીકે મતિ-શ્રત પરોક્ષ પ્રમાણરૂપ, અને અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપે ગણવેલા છે. પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org