________________
૨૫૪
જતો નથી. નિદ્રાપંચક વખતેય નિરાકારોપયોગ ઘણે સૂમ તો હોય જ છે. કેમકે એટલો પણ નિરાકારોપયોગ ન રહી શકતો હોય તો આત્મા જડ જ બની જાય. પરંતુ જડ બનતો નથી. અતિસૂક્ષ્મ નિરાકારોપયોગ માત્ર ખુલ્લો રહે છે. ગમે તેવી ઘેનની દવા આપીને શરીરે વાઢકાપ કરવામાં આવે, તે પણ આત્મા અત્યપ સ્થિતિમાં પણ જાગ્રત જ હોય છે. માટે ઉપયોગીના આવરણની વિવિધતાથી ઉપયોગની વિવિધતા, અને તે ઉપરથી દરેક જીવના જ્ઞાન અને દર્શન શક્તિની વિવિધતા સમજી શકીએ છીએ. પરંતુ એ બંનેયના ચૌદ આવરણીય ક્ષયોપશમભાવે હોવાથી ગમે તેવા ગાઢ આવરણમાં પણ અભ્યાધિક અંશે દરેક ક્ષણે ઉપગ પ્રવર્તાતા હોય છે. તે સૂમ અનુભવથી સમજાશે. એટલે આત્મામાં સકલ પદાર્થ જાણ વાની શક્તિ હોય છે. પરંતુ કર્મો તેના ઉપર આવરણ કરે છે. જેમકે-અનાદિ નિગોદના જીવને પાણી શબ્દનું જ્ઞાન નથી કેમકે તે જ્ઞાન અવરાયું હોય છે. પરંતુ અનાદિકાળથી પાણી શબ્દથી અજ્ઞાત તે જીવને જ્યારે કોઇપણ વખતે પહેલાં પાણી શબ્દના અને તેના અર્થના આવરણને ક્ષયોપશમ થાય છે, પાછો એ જીવ નિગોદમાં જાય તે પણ તેના ઉપર ફરીથી આ વરણે ફરી વળે છે. છતાં એક વાર જે જ્ઞાન થયું હોય છે, તેને સંસ્કાર ક્ષયોપશમરૂપે આમામાં પડી ગયું હોય છે, તે જતો નથી. ફરી જ્યારે જીવ મનુષ્ય થાય, ત્યારે તેને પાણી વિગેરે જેટલા શબ્દના અને અર્થના જ્ઞાન ઉપરના આવરણને પશમ જાગે, તેટલી તેની જ્ઞાનલબ્ધિ-શક્તિ જાગતી રહે, અને તેને વપરાશ થાય, ત્યારે તે ભાગને ઉપયોગ પ્રવર્તે. પાછું આવરણ આવી એ ઉપયોગ તદ્દન નિરાકાર જે પણ થત જાય, અને છેવટે વધુ આવરણ આવવાથી એક વખત વસ્તુ ભૂલાઈ પણ જાય, છતાં ક્ષોપશમમાં સંસ્કાર તે રહે જ છે.
મતિજ્ઞાનના ૩૪૦ ભેદ, શ્રુતજ્ઞાનતા ૧૪ અને ૨૦ ભેદ, અવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org