________________
૨૪૨
મુખ્ય ગણીને-ચક્ષુઃ દર્શન અને અચક્ષુઃ દર્શન એવા બે ભેદ પાડ્યા છે. વાસ્તવિક રીતે અચક્ષુ: દશન એટલે ચક્ષુઃ સિવાયની મન વિગેરે બાકીની પાંચ ઈધિથી જે નિરાકાર ઉપયોગ પ્રવર્તે, તેને અચક્ષુ: દર્શન કહેવામાં આવ્યું છે. દર્શન પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. આંખ જુવે છે, એટલે નિરાકારોપયોગ પણ કરે છે, એટલે કે જાણે છે, એવો અર્થ કરવામાં હરકત નથી, કાન જુવે છે, સાંભળે છે, એટલે કે જાણે છે. સાકારપયોગ પ્રવર્તાવે છે. એમ બધી ઈદ્રિયો માટે સમજવું.
સાકારોપયોગ અને નિરાકારોપયોગ વખતે પ્રવર્તતી -શક્તિ કે જે આત્મામાં જેટલી અનાવૃત જ્ઞાનશક્તિ હોય છે, તેના પણ ઉપયોગ અવસ્થાના બે ભેદની અપેક્ષાએ બે ભેદ ગણાવવામાં આવ્યા છે. ચક્ષુદર્શન શક્તિ અને અચકુદર્શન શક્તિ અને તે બનેયના ઉપયોગ પણ છે. પરંતુ તે બન્ને પ્રકારની દર્શનશક્તિ છે. તેને તથા ઈદ્રિયથી પ્રવર્તતી જ્ઞાનશક્તિ: તેમજ તેના સાકારનિરાકારો પગ: એ સર્વને સમાવેશ ચૈતન્યવિજ્ઞાનના સંગ્રહની દ્રષ્ટિથી મતિજ્ઞાન શબ્દથી કરવામાં આવેલ છે, પાંચ જ્ઞાનના નામમાં એ પહેલું નામ છે. તેના ઈોિ અને મનથી ઉત્પન્ન થઈ શકે તેવા ઉપયોગ થતજ્ઞાન થતાં પહેલાં જ પ્રવર્તે છે. જ્ઞાન તથા દર્શનશક્તિ અને તેના વિકલ્પ તથા નિર્વિક૯૫ ઉપયોગ એ સર્વને સમાવેશ મતિજ્ઞાન શબ્દમાં કરવામાં આવેલ છે, કેમકે-એ સર્વ જ્ઞાન માત્રાઓ તો છે જ.
શ્રતજ્ઞાનને તો અર્થ એ છે કે કણેન્દ્રિય દ્વારા સાંભળેલા શબ્દોનું સાકાર મતિજ્ઞાન થયું, તેજ ઉપરથી તે શબ્દોના અર્થોનું મનની મદદથી જ્ઞાન થાય, તે, અથવા બાકીની પાંચ ઈથિી જે જે પદાર્થોનું સાકાર મતિજ્ઞાન થયું હોય, તેને લગતા શબ્દોનું જ્ઞાન થાય, તે. એ બંનેય શ્રતજ્ઞાન કહેવાય છે, એટલે શ્રુતજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org