________________
૨૪૫
નથી. પરંતુ અવધિજ્ઞાનીને તેની ગણતા હોવાથી શાસ્ત્રકાર ભગવંતોએ તેની વિવક્ષા ન કરી હોય, એમ સંભવિત લાગે છે. વધારે ખરું શું હશે ? તે બહુતો પાસેથી સમજવું.
અને, જેને મન સિવાયના બીજા પણ રૂપી પદાર્થોનું જ્ઞાન હોય સાથે મન:પર્યવજ્ઞાન પણ મનના વિચારોને જાણવાને અનુમાન કરવાની શક્તિરૂપ થયું હોય, તે તેને અવધિ અને મન:પર્યાવ બનેય જ્ઞાન થયા ગણાય છે. મનના માત્ર આકાર નણવાના જ્ઞાન સાથે બીજો રૂપી પદાર્થોનું જ્ઞાન થાય, પરંતુ મનના જાગેલા આકારો ઉપરથી વિશેષ અને ચોક્કસ જાણવા ઋજુ કે વિપુલ અનુમાન શક્તિ ન હોય, તેને માત્ર અવધિજ્ઞાન અને અવધિદર્શન જ ગણાય. એમ ઉપરની વિચારણું ઉપરથી સમજાય છે. જેમ એક અપેક્ષાએ મતિવિશેષ શ્રત છે, તેમ સંયમપ્રત્યયિક અવધિવિશેષ મન:પર્યવ જ્ઞાન હોય, તે ઉપરની વિચારણું બંધબેસતી આવે છે. પ્રથમ સમયે ઉત્પન્ન થયેલ અપર્યાપ્ત સૂક્ષ્મનિગદના છવની અ૫માં અપ જ્ઞાનમાત્રાથી માંડીને કેવળજ્ઞાન સુધીની સર્વ જ્ઞાન માત્રાઓ અસંખ્ય પ્રકારની થાય છે. અને અમુક જથ્થામાં અમુક વિશિષ્ટતાવાળી જ્ઞાનમાત્રાઓના સમૂહના મતિજ્ઞાનાદિક નામો પ્રધાનતાની વિવક્ષાએ પાડેલા હોય છે. તે ક્રમથી વિચારતાંયે ઉપરની વિચારસરણી બંધ બેસતી આવે ખરી.
આગળ ચાલતાં, એકી સાથે લેકાલોકનું-સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ ભાવ, અને સર્વ કાળનું વિગતવાર જ્ઞાન થાય છે.
તે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપે કેવળજ્ઞાન ગણાય છે, પરંતુ તે જ્ઞાનમાં દ્રવ્યોનો અને પર્યાયોનો ભાસ પડે છે. દ્રવ્યના ભાસ પૂરતી દર્શનશક્તિ, અને પર્યાયોના ભાસ પૂરતી જ્ઞાનશક્તિ, એ રીતે તેના સાકાર અને નિરાકાર ઉપયોગો સંભવિ શકે છે. ઉભયશક્તિરૂપ અને ઉદ્ય ઉપયોગરૂપ સર્વજ્ઞાનમાત્રાઓને સમાવેશ કેવળજ્ઞાન રૂપે સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org