________________
૨૩૭
બરાબર સૂમ વિચારણાથી પૃથક્કરણ વ્યવસ્થિત સમજ તથા શાસ્ત્ર કારોના અભિપ્રાયનું તાત્પર્ય મેળવી શકાય છે. ખરેખર તે ઘણો જ ગહન અને ઉડાણ ભરેલો વિષય છે.
ઉપયોગરૂપ જ્ઞાન અને શક્તિરૂપ જ્ઞાનનો વિચાર એ પાંચ શબ્દોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો છે. જ્ઞાન અને દર્શન રૂપે વિચાર પણ એ પાંચ શબ્દને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો છે. પ્રમાણ-અપ્રમાણ, બેધરૂપ જ્ઞાન-અબેધરૂપ અજ્ઞાન, અધિગમ જ્ઞાન, સ્વાભાવિક જણાતી બુદ્ધિ, સમ્યગ જ્ઞાન, અનુભવ જ્ઞાન, સાકારનિરાકાર જ્ઞાન, સવિકલ્પ-નિર્વિક૯૫ જ્ઞાન, નયજ્ઞાન-દુનય જ્ઞાન, પ્રમાણ જ્ઞાન-અપ્રમાણુ જ્ઞાન, સ્વાસ્વાદ જ્ઞાન તથા અનેકાન્તવાદજ્ઞાન, એકાન્તવાદ જ્ઞાન, સમ્યફ અને મિથ્યાજ્ઞાન, યોગીનું જ્ઞાન અને ભેગીનું જ્ઞાન. સિદ્ધનું જ્ઞાન અને સંસારીનું જ્ઞાન, છાઘસ્થિક જ્ઞાન અને કૈવલિક જ્ઞાન, સ્મરણ, ધારણાઓ, નાના જંતુઓની ચેતના, સ્થાવર જીવોના જ્ઞાનસ્કૂરણે–સંજ્ઞાઓઃ એ વિગેરેની શાસ્ત્રીય સર્વ વિચારણાઓને કેન્દ્રમાં એ પાંચ શબ્દ છે.
કોઈ પણ પ્રાણુની પ્રવૃત્તિની પાછળ રહેલા, બીજા પ્રાણીઓ પણ જાણી શકે–સમજી શકે, તેવા ઈરાદાને આપણે ઉપયોગ કહેલ છે. પરંતુ જેટલી જ્ઞાનશક્તિ તે પ્રાણીમાં ખુલ્લી થઈ હય, કે ખુલ્લી થઈ શકે તેમ હોય, તેનો જ ઘણે ભાગે તે પ્રાણી ઉપયોગ પ્રવર્તાવી શકે છે.
દાખલા તરીકે -જે બાળક પરભાષાના જેટલા શબ્દનું જ્ઞાન ધરાવતો હોય, તેટલા જ શબ્દ તે વાપરી શકે છે, કે તેટલા જ શબ્દ વિષેના પ્રશ્નોનો જવાબ આપી શકે છે. એક બાળક ૧૦૦) સંસ્કૃત શબ્દો શીખેલ છે. તે તેટલાને જ તે ઉપયોગ કરી શકે છે. અને તેટલાને લગતા પ્રશ્નોના જ તે જવાબ આપી શકે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org