________________
૨૩૫
વ્યવસ્થિત ઘણું જાણી શકીએ. મધમાખી મધ કેવી રીતે એક કરે છે ? તેનો સ્વભાવ, મુશ્કેલી સામેની શક્તિ, યુક્તિ, હર્ષ અને વિવાદ વિગેરેનું બરાબર પૃથક્કરણ કરીને એક સારો નિબંધ કે પુસ્તક લખી શકાય તેટલું જ્ઞાન મેળવી શકીએ છીએ. એ પ્રમાણે કઈ પણ પ્રાણી વિષે માણસ જાતના પ્રાણી વિષે તો આપણે ઘણું જ જાત-અનુભવથી જાણી શકીએ. જેને માટે મોટા મોટા પુસ્તક દરેક દેશના માણસોએ લખ્યા છે. માણસની જુદી જુદી લાગણીઓ જેટલી વિકસેલી છે. તેટલી બીજા પ્રાણીઓની ઘણી ખરી વિકસેલી નથી હોતી, છતાં બીજા ઘણું પ્રાણીઓની ઘણું લાગણીઓ માણસ સાથે સરખી પણ હેય છે.
પ્રાણીઓની અનેક પ્રકારની વિવિધ લાગણીઓમાં ઉપર જણુંવેલ ઉપગ નામની મુખ્ય, સર્વ સામાન્ય, સર્વને સમજાય તેવી અને જે પ્રાણીને ઉપગ ઉત્પન્ન થાય તે પ્રાણી પણ કાંઈક પિતાની મેળે સમજી શકે, તેવી લાગણી છે. માટે જ પ્રાણીઓની દરેક લાગણીઓ કરતાં ઉપગ લાગણીને–પ્રાણીઓની લાગણીનું પૃથક્કરણ કરનારા શાસ્ત્રમાં–મુખ્ય ગણવામાં આવેલ છે.
ઉપયોગને જ્ઞાન પણ કહેવામાં આવે છે. ચૈતન્ય પણ કહેવામાં આવે છે. આ સંબંધી પદ્ધતિસર વિચાર કરવાના શાસ્ત્રને ચૈતન્ય વિજ્ઞાનશાસ્ત્ર કહેવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં વિસ્તાથી તથા બીજા શાસ્ત્રોમાં ટુંકામાં પણ તેનો જ્ઞાન શબ્દથી વ્યવહાર કરેલ છે.
જૈનદર્શનના આગમો પૈકી નંદી સૂત્રમાં તથા આવશ્યક નિક્તિ વિગેરેમાં વિસ્તારથી જ્ઞાનને વિચાર આપે છે. તેને અનુસરીને તેના ભાષ્યાદિક, ટીકાદિક, તથા બીજા પ્રકરણાદિકમાં પણ ખૂબ વિસ્તાર છે.
વળી, જૈનદર્શનની માન્યતા પ્રમાણે અમુક અપેક્ષાએ જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org