Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૩૩
બનાવી શકેલ નથી, બનાવી શકતા નથી, બનાવી શકશે નહીં. કુદરતના અગમ્ય સંજોગેા અને પદાર્થાંની મદદથી પ્રાણીનું શરીર એકાએક રચાય છે, વધે છે, તથા નાશ પામે છે. એક શરીર ખીજા કોઈપણ પ્રાણીને જીવવા માટે કામમાં આવતુ જ નથી. દરેક પ્રાણીå પોતાને માટે અલગ અલગ શરીર હોવાનું આપણે જોઈ શકીએ છીએ. બીજો પ્રાણી તે પડયા રહેલા પ્રાણીના શરીરના ઉપયાગ પેાતાને જીવવા માટે કરી શકતા નથી. શરીરની બનાવટના એ મસાલા કાંથી આવે ? કેવી રીતે એકઠા થાય છે ? એ વિગેરે ગહન બાબત વિષે આજનું વિજ્ઞાન કાંઈ પણ કહી શકે તેમ નથી. ત્યારે જૈન દર્શન એ બાબત વિગતવાર સાંગેાપાંગ વૈજ્ઞાનિક વિચારણા પૂરી પાડે છે.
વાધના
ચાનુ શરીર પીળારંગનું અને કાળા ચટાપટાવાળું હોય છે, તેમ હોવાના બીજ તેને તેના માતાપિતા તરફથી મળ્યા હાય છે. પરંતુ તેમાં જે એક જાતના થાડો ઘણા વધારા-ઘટાડો હોય છે, તે તેને તેના માબાપ તરફથી મળ્યા નથી હોતા, અને તે વધારો કરવાના દ્રવ્યો પણ તેમને દુનિયામાંથી નથી મળતા કે જેથી પોતાના શરીરમાં નવા દાખલ કરી શકેલ હોય, અથવા દુનિયાના સાધતાથી મેટા પહોળા પટાથી શરીરને રંગી નાંખ્યું હોય કે— ચટાપટા કરી શકેલ હોય. એજ પ્રમાણે ઝાડોના મૂળમાં પાણી રેડાય છે. જુદા જુદા ઝાડ છતાં પાણીની સાથે જમીન તથા વાતાવરણ વિગેરે બીન કુદરતી સંજોગામાંથી તે એવાં તત્ત્વા ચૂસે છે, કે તે સધળા લીંબડા વિગેરેપણે પરિણામ પામી મેાટા કદાવર લીખડા, આંખા, લીંબુડી વિગેરેના ઝાડ થાય છે. આ ઘટનાએ ચૈતન્યવાળા આત્મા તેમાં ન હોય તા થઈ શકે જ નહી.
આપણે જે જે જડ પદાર્થોં જોઈ એ છીએ, તે પણ પ્રથમ તે કોઈ પણ પ્રાણીનું શરીર હોય છે. કોઈ પણ પ્રાણી પોતાના ઈરાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org