________________
૨૩૧
પ્રાણીઓમાં ચૈતન્ય છે, તેની સાબિતી એ છે કે: પ્રાણીઓની હીલચાલ કાંઈક નિયમપૂર્વક હોય છે. તેમાં પૂર્વાપરતા કાંઈક વિચાર હાય છે : આગળ-પાછળના ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હાય છે. એ ઇરાદાપૂર્વકની પ્રવૃત્તિ ઉપરથી આપણે “અમુક પદા જડ છે,” અને “અમુક પદાથ પ્રાણી છે,” એમ નક્કી કરી શકીએ છીએ. જો ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ કરનાર વ` જગતમાં આપણને મળી શકતા ન હેાંત, તેા આપણે જડ સૃષ્ટિ અને ચૈતન્યવાળી સૃષ્ટિ એ એ ભાગ પાડી શકત નહી. એકલી જડ સૃષ્ટિજ હાત,
પ્રાણીની કાઈપણ પ્રવૃત્તિની પાછળ-તે પ્રાણી પોતે સમજી શકે, એવાય તે જે-ઈરાદો ગાડવાય હાય છે, તેને જૈન શાસ્ત્રમાં સાકાર ઉપયોગ કહેવામાં આવે છે.
કે
અને ઈરાદે હોવા છતાં તે એટલા બધા ગુપ્ત હોય છે, કે પ્રાણી પોતે પણ તે કઈ જાતના છે?' તે નક્કી કરી શકે નહી”, તેવા ઈરાદાને નિરાકાર ઉપયોગ કહેવામાં આવે છે.
આ રીતે, પ્રાણીની કંઈ પણ પ્રવૃત્તિની પાછળ સાકાર કે નિરાકાર ઉપયાગનું બળ હોય છે. જ તેની પ્રવૃત્તિ ઉપરથી, તેની પાછળ અમુક સાકાર કે અમુક નિરાકાર ઉપયોગ હોવાનું, ખીજા પ્રાણીઓ પણ વિચાર કરે, તે કઈક સમજી શકે છે. પશુએના યુદ્ધમાં પરસ્પરના ઈરાદા સમજવાના ઘણાં દૃષ્ટાંતા જાણવા મળે છે. માટે જૈનદર્શનમાં પ્રાણીમાં રહેલા ઉપયાગને પ્રાણી ઓળખવાનું ખાસ લક્ષણ ગણવામાં આવેલ છે.
જો ઉપયાગ વ્યક્ત ન થતા હોત, તે આ પ્રાણી છે' “આ જડ પદાથ છે” એવું કાંઈ પણ આપણે નક્કી કરી શકત
નહી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org