________________
૨૩૬
જ પ્રમાણુ અને પ્રમાં ગણાય છે. અને બીજા દર્શનકારના મત પ્રમાણે પણ અમુક જ્ઞાનો પ્રમાણ અને અમુક બીજુ જ્ઞાન પ્રમા ગણાય છે. એટલે દરેક દર્શનના પ્રમાણુશાસ્ત્રો-તક શાસ્ત્રોમાં પણ જ્ઞાનના સંબંધમાં ખૂબ વિસ્તારથી વિચાર કરવામાં આવે છે, -પ્રમાણુમીમાંસા, સ્યાદવાદ રત્નાકર, વિગેરે વિશાળ જન ન્યાયની સેંકડે ગ્રંથમાં આ જ્ઞાનનો જ મુખ્યપણે વિચાર કરવામાં આવ્યો હોય છે. સામાન્ય જીવોને સમજવા માટે જૈન શાસ્ત્રમાં ૪-૧૦ અને ૧૬ સંજ્ઞાઓનું વર્ણન સમજાવીને દરેક પ્રાણુંઓમાં ચૈતન્ય છે, તેવી સાદી પણ સચોટ સમજ આપવામાં આવી છે.
પરંતુ જ્ઞાનશક્તિ, ઉપયોગ વિગેરેના વિગ્રાહ્ય થાય તેવા શાસ્ત્રીય પદ્ધતિસરના વિવેચન માટે પાંચ ભેદ પાડી વર્ણન કરવામાં આવેલ છે.
મતિ: શ્રત : અવધિ: મન:પર્યાય : અને કેવળ : આ પાંચ વિભાગમાં જ તમામે તમામ ચૈતન્ય માત્રાઓનો સમાવેશ કરવામાં આવ્યું હોય તેમ સમજાય છે. વિવેચન પદ્ધતિમાં પણ એ પ્રમાણે જ સમજાય છે. અર્થાત આ પાંચ શબ્દોમાં જ આખા જ્ઞાનમય ચૈતન્યને વિચાર કેન્દ્રિત કરવામાં આવ્યો છે. - એ પાંચ શબ્દોનું જુદા જુદા અનેક દષ્ટિબિંદુઓથી વર્ણન કરવામાં આવ્યું છે. તે તે દષ્ટિબિંદુથી વિચારણા કરતી વખતે-તેના જુદા જુદા નામે તથા જુદા જુદા પેટા ભેદ પણ પાડવામાં આવ્યા હોય છે. પરંતુ કઈ વ્યાખ્યા, ક્યું વિવેચન, કયા પેટા ભેદો,
યા દૃષ્ટિબિંદુની વિવેચનાને અનુસરીને કરવામાં આવેલ છે તે અભ્યાસીએ સમજવાનું હોય છે, જેના મનમાં બરાબર પૃથક્કરણ ન થઈ શકયું હોય, તેવા અભ્યાસી જ્ઞાનની વિચારણની વ્યવસ્થા વાંચતાં ઘણુ રીતે ગુંચવાય છે. બહુ સૂક્ષ્મ અભ્યાસને પરિણામે જ તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org