________________
૨૭
દાન દેતો હો જોઈએ. વિશ્વની સમગ્ર વસ્તુઓ તેને હવાલામાં હેવી જોઈએ. અને વિશ્વની સમગ્ર ભાગ્ય અને ઉપભોગ્ય સામગ્રીને તે ભોગ અને ઉપભોગ કરતો હોવો જોઈએ. તેમજ જગતના નિયમને ગમે તેમ ફેરવતો હોવો જોઈએ. અનંત આત્માઓ એકી સાથે તેમ કરવા લાગે, તે જગતમાં કેવી અવ્યવસ્થા ચાલી રહે ? તેવી અવ્યવસ્થા ચાલતી નથી, તેથી અંતરાય કમના ક્ષયથી ઉપર પ્રમાણે આત્મા વિષે બનતું હોય એમ માની શકાતું નથી. તેથી ઉપરની વ્યાખ્યાઓ યોગ્ય શી રીતે છે? આ પ્રશ્ન છે. તેને ઉત્તર નીચે પ્રમાણે :
અનાદિ કાળથી સંસારમાં રખડતો આત્મા કેઈ ભવમાં અમુક વસ્તુઓ મેળવી શકે છે; અમુક ભવમાં અમુક વસ્તુઓ મેળવી શકે છે, એમ આખા ભવચક્રમાં અનંત પૌગલિક વસ્તુઓ મેળવી શકે છે. એ રીતે તે તે ભવમાં તેને જેટલી વસ્તુઓ મળે છે, તે લાભાન્તરાયના ક્ષયોપશમથી મળે છે, અને તેજ ભવમાં બીજી જે નથી મળી હોતી, તે લાભાન્તરાય કમના ઉદયથી મળી નથી હોતી.
લાભાનરાયના ક્ષયોપશમથી મળેલી વસ્તુઓને ભોગ અને ઉપભોગ પણ ત્યારે જ થઈ શકે છે, કે જે ભોગાન્તરાય કમ અને ઉપભોગાન્તરાય કર્મને ક્ષયોપશમ થયો હોય, જે તે બે પ્રકૃતિને ઉદય હોય, તે વસ્તુઓ હાજર હોય છતાં જીવ તેને ભોગ કે ઉપભેગ કરી શકતો નથી.
જુદા જુદા ભાવોમાં તેને મળેલી ચીજોને આદિધાર્મિકતા, માર્ગનુસારિતા, સમ્યફ, દેશવિરતિ, તથા વીતરાગતા વિગેરે પ્રાપ્ત થવાથી જુદી જુદી ચીજોનો ત્યાગ કરે છે. સમ્યફવ પ્રાપ્ત કર્યા પહેલાં પણ ઘણું ભવમાં ઘણું ચીજો મળે છે. તેને ત્યાગ થાય છે, તે સર્વ દાનાન્તરાય કર્મને ક્ષયોપશમથી થાય છે, અને જે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org