Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૧૪
અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ પૂરી થઈ હવે-૨૦ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ; તેમાં :.. ૧૦ ત્રસદશક: ૧૦ સ્થાવરદશક:
૧૩૨. ૧. ત્રસ નામકર્મ–લોકમાં સર્વત્ર ગતિ કરવાની આત્માની શક્તિને મર્યાદિત બનાવી અમુક અમુક જીવને અમુક હદ સુધી પિતાની ઈચ્છા પ્રમાણે ચાલવાની શક્તિ જે કર્મને લીધે મળે છે, તે કર્મનું નામ ત્રસ નામકર્મ છે. જેથી કરીને ટાઢ, તડકાને લીધે જીવો બીજે સ્થાને પિતાની મેળે જઈ શકે છે.
૧૩૩. ૨. સ્થાવર નામકર્મ–જીવોને સ્થિર રાખવાનું કામ આ કર્મ કરે છે.
આત્મામાં ઊર્ધ્વગતિશક્તિ છે. તેને સંધીને ત્રસ નામકર્મ અમુક રીતે જ ચાલવાની શક્તિ છે કે આપે છે, ત્યારે સ્થાવર નામકર્મથી તે શક્તિ પણ રંધાય છે. ત્રસ નામકર્મને ઉદય ન હોય, તેને જ સ્થાવર નામકર્મનું કાર્ય ગણીએ, તે આત્મા ઊર્વ. ગતિ કરી જાય. પરંતુ સંસારમાં રહે નહીં. ત્રસ નામકર્મ ન હોય એટલા ઉપરથી જીવો સ્થિર ન રહી શકે. માટે સ્થિર રાખનારા સ્થાવર નામકર્મની જરૂર પડે છે. ટાઢ-તડકાથી હેરાન થવા છતાં બીજે જવા ન દે, અને સ્થિર રાખે, તે સ્થાવર નામકર્મ.
૧૩૪, ૩. ભાદર નામકર્મ–આભાને સ્થૂલ સ્વરૂપમાં મૂકનાર આ કમ છે. આત્મા અરૂપી હોવા છતાં છેવો રૂપી ગણાય છે, તે આ કમને લીધે જણાય છે. એક કે ઘણા ભેગા થાય તે પણ દેખાઈ શકે તેવા જીવો થાય છે. બાદર પરિણમી યુગલે મારફત જીવોને બાદર બનાવનાર આ કર્મ છે.
૧૩૫. ૪. સૂમ નામકર્મ–આ કમ આત્માનું રૂપીપણું તો ઉત્પન્ન કરે જ છે, પરંતુ તે ઘણું બારીક સૂક્ષ્મ ઉત્પન્ન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org