________________
૨૧ર
છટાથી મેટામાં મોટી સભામાં પણ સભાસદોને દબાવી દે છે, અને આકષી લે છે. બુદ્ધિશાળી સભાપતિને ય આંજી નાંખે છે, તે શક્તિ પરાઘાત શક્તિ કહેવાય છે. તેવી શક્તિ ઉત્પન્ન કરનાર કર્મ પરાઘાત નામકર્મ,
- ૧ર૭. ૪. ઉચ્છવાસ નામકમં–શ્વાસોશ્વાસ વગણનાં પુગલો ગ્રહણ કરી શ્વાસોચ્છવાસપણે પરિણુમાવી શ્વાસોચ્છવાસ લેવાને લાયક બનાવવાનું કામ તો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામકમ કરે છે. જેમ ભાષા બોલવાને માટે ભાષા વગણને ભાષા પણે પરિણુમાવવી વગેરે કામ કરે છે, તે પ્રમાણે. પરંતુ ભાષા જ્યારે બોલવી હોય, ત્યારે બેલાય છે. કાયમ ધોરણે આપણે નિયમિત રીતે ભાષા બેલતા નથી.
ત્યારે શ્વાસે શ્વાસ તો નિયમિત ચાલ્યા કરે છે. તે નિયમિત શ્વાસોચ્છવાસ ચલાવવાની શક્તિ-લબ્ધિ શ્વાસોચ્છવાસ નામકમ ઉત્પન્ન કરે છે. આ કર્મ ન હોત, તે-જીવ ભાષાની માફક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામકર્મના ઉદયથી શ્વાસોચવાસ લઈ મૂકી શકત. પરંતુ અમુક વખતમાં અમુક સંખ્યામાં શ્વાસે છુવાસ કાયમ ચાલવા જોઈએ. એ નિયમન રહેત જ નહીં.
૧૨૮. ૫. આતપ નામકમ-સૂર્યનું વિમાન દેદીપ્યમાન સ્ફટિકમય પૃથ્વીકાયનું છે. તેમાં પૃથ્વીકાય જીવો છે. પરંતુ તેને આપણે સ્પર્શ કરીએ, તો તે ઠંડુ હોય પરંતુ દૂર આત –ગરમી ઉત્પન્ન કરી શકે છે. જેથી તે જાતની ગરમીનું નામ આપે છે. એવો આતાપ જીવના શરીરમાં ઉત્પન્ન કરનાર કમેં આત૫ નામ
- આ કર્મ ફક્ત સૂર્યના વિમાનના પૃથ્વીકાય જીવોને જ હોય છે. જગતમાં બીજા કોઈ જીવને હેતું નથી. અગ્નિ ઉનો લાગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org