________________
૨૨૦
શરીરને ઉપરનો ભાગ અને સામાન્ય રીતે દરેકના શરીરને આગળને ભાગ શુભ ગણાય છે. કેમકે તેમાં મુખ્ય અતિય જીભ, કાન, નાક, આંખ અને મોટું, હૃદય, મગજ, જ્ઞાનતંતુઓનું કેન્દ્ર બ્રહ્માસ્ત્ર વિગેરે વધારે ઉપયોગી, આગળ પડતાં, દેખાવડાં, આકર્ષક તથા સુંઢ, હાથ, શીંગડાં વિગેરે બચાવના સાધન તરીકે ઉપયોગમાં આવતાં, તથા પ્રાણુને શોભાવનારા અવયવો તરીકે ગણાતાં ઉત્તમાંગ (માથું) વિગેરે અવયવો એ આગળના ભાગમાં આવેલા હોય છે. એ અર્થોની એવી મનરમ રચના શુભ નામકર્મને આભારી છે
૧૪–૧૨ અશુભ નામકર્મ–ત્યારે, શરીરને નીચેને કે તિર્યંચોને પાછળના ભાગમાં-મળાશય, મૂત્રાશય, જનનસ્થાન, ગર્ભાશય, વીર્યાશય પવિત્રાપવિત્ર ભૂમિ સાથે સંબંધ ધરાવતા પગ વિગેરે હોય છે. તે અવય અશુભ ગણાય છે. તે આ કર્મને લીધે હોય છે.
અવયવો અંગે પાંગ નામકર્મને લીધે મળે છે, નિર્માણ નામકર્મને લીધે અંગોપાંગ પોતપોતાને ગ્ય ઠેકાણે ગોઠવાય છે. પરંતુ અમુક અવયવો સારા છે, અમુક ખરાબ છે, એ અનુભવ પણ જગજાહેર છે. કેમકે મસ્તકને સ્પર્શ કરીએ તો રાજી થાય છે. અને પગને સ્પર્શ કરીએ તો નારાજ થાય છે. સારા-નઠારા અવયવો ઉત્પન્ન કરવાનું કામ આ કર્મોનું નથી, પરંતુ સારા-નરસા ગણવાનું કામ આ બંનેય કર્મોનું છે. સર્વથા પવિત્ર આત્માનું અમુક અંશ. માં શુભાશુભપણું મર્યાદિત બને છે.
પ્રિય વ્યકિતના પગ વિગેરે કોઈ પણ અવયવનો સ્પર્શ થાય તે પણ રાગી માણસને ગમે છે. તે મોહની ઉત્કટતાને લીધે હોય છે. પરંતુ એ કર્મની શુભતાને લીધે હોતું નથી. આ કર્મોને લીધે મંગળમય આત્માને શુભ-અશુભ ગણાવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org