________________
૨૩
અને તેનો તાપ પણ લાગે છે. છતાં તેને આતપ નામકર્મનો ઉદય નથી હોતો. કેમકે–અગ્નિ જાતે ઠંડે હોઈને દૂર દૂર તાપ ફેલાવે, એમ નથી હોતું. ત્યારે અગ્નિને (દાહક) ઉષ્ણ પશ નામકર્મ અને વિચિત્ર પ્રકારનો આકરો પ્રકાશ કરતા રક્ત તણું નામકર્મનો ઉદય હોય છે. તેથી તેનો ઉષ્ણ પ્રકાશ ફેલાય છે.
૧૨૯. ૬. ઉદ્યોત નામકમ–ચંદ્ર, તારા વિગેરેના વિમાનો,. ખજુઆ, પતંગીયા, રત્ન, હીરા, ઔષધિઓ વગેરેના શરીર ચમકતા હોય છે. પરંતુ તેથી ગરમી લાગતી નથી. ઉલ્ટા એ પ્રકાશ ઠંડા હોય છે. તેનું નામ ઉદ્યોત કહેવાય છે. એવો ઉદ્યોત શરીરમાં ઉત્પન્ન કરનાર કર્મ ઉદ્યોત નામકમ.
લબ્ધિવંત મુનિ મહાત્માઓના વૈક્રિય શરીરમાં, દેના ઉત્તર વૈક્રિય શરીરમાં, તથા ઉપર ગણવેલા ચંદ્રાદિકના વિમાન વિગેરેમાં ઉદ્યોત નામકર્મને ઉદય હેય છે.
૧૩૦, ૭, નિર્માણ નામકર્મ–અંગોપાંગ નામર્માદિક કર્મોએ ઉત્પન્ન કરેલા શરીરના અંગોપાંગો ક્યા જીવને? શરીરમાં કયે ઠેકાણે ગોઠવાવા જોઈએ? તે કામ નિમણુ નામકર્મના ઉદયથી થાય છે. જો નિર્માણ નામકમ જીવ-વાર જુદું જુદું ન હોય, તે અંગે પાંગે છે તે જીવને જે ઠેકાણે હોવા જોઈએ, તે ઠેકાણે ગોઠવાય જ નહીં. હાથ પીઠમાં અને નાક પગમાં કેમ ન ચોંટી જાય ?
૧૩૧૮, જિન નામકર્મ–આઠ મહા પ્રાતિહાર્યા વિગેરે મહાશોભા જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય, કે જે શોભા તે જીવની ત્રિભુવનપૂજ્યતા જણાવી શકે છે, તે ત્રિભુવનપૂજ્યતાના ઉપાદક કર્મનું નામ જિનનામકર્મ કહેવાય છે. તેને વિપાક કેવળજ્ઞાની પણ તીર્થંકર પરમાત્માઓને જ હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org