________________
૨૧૦
ગતિ નામકર્મ તે પરિસ્થિતિમાં જીવને જવું જ પડશે” એમ નક્કી કરી આપે છે. પરંતુ જતી વખતે આકાશ પ્રદેશની શ્રેણી વિના તે જીવથી ગતિ કરી શકાય નહીં. આવો કુદરતી નિયમ છે. ઉત્પત્તિ સ્થળ સીધું ન હોય, તો શ્રેણી ઉપર ચાલતાં ચાલતાં જુદા જુદા કાટખૂણું કરવા પડે તેમ હોય, ત્યારે
જ્યાં જ્યાં કાટખૂણું કરવા પડે તેમ હોય, ત્યાં ત્યાં જીવને અટકવું પડે, પરંતુ ત્યાં અટકવા ન દેતાં આ આનુપૂવી નામક ઉદયમાં આવી, તે તે ગતિ તરફ જીવને આકાશપ્રદેશોની શ્રેણી ઉપર ચલાબે જાય છે. અને ઉત્પત્તિસ્થળે પહોંચાડે છે. કાટખૂણું–વળાંક છવ ન વળે તે ઈષ્ટસ્થાને પહોંચી શકે નહીં એટલે આ વળાંક વળવાની જરૂરીયાત ઊભી થાય ત્યાં જીવને વળાવનાર આ કમ છે. આ કર્મ ન હોય, તે વળાંક વળવાને ઠેકાણે અટકી જાય અથવા બીજે
સ્થાને ચાલ્યો જાય, જ્યાં ઉત્પન્ન થવું જોઈએ ત્યાં જઈ ન શકે. પરંતુ શ્રેણું ઉપર ચાલવાનું તો જીવને દ્રવ્યધર્મો-લેકસ્વભાવેકુદરતી રીતે જ હોય છે. વિહાગતિ–નામકર્મ, - ત્રસ જીવોને ચાલવાની શક્તિ મળે છે. પરંતુ ચાલવા ચાલવામાં ફરક હોય છે. ઊંટ અને બળદના ચાલવામાં ફરક છે, હંસ અને કાગડાની ચાલમાં ફરક છે. વીંછી અને તીડની ચાલમાં ફરક છે. વાંદરા અને કૂતરાની ચાલમાં ફરક છે, આવા અસંખ્ય ફરકેને શુભ અને અશુભ એટલે કે સારા અને ખરાબ એ બે વિભાગમાં દરેક ચાલવાની રીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિહાયસ એટલે આકાશ. તેમાં ગતિ, વિહાગતિ
૧૨૨. ૧શુભ વિહાયોગતિ નામકર્મ–બીજાને પ્રિય લાગે તેવી ચાલવાની સુલક્ષણ રીત પ્રમાણે ચાલવાની રીત અપાવનાર કમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org