________________
૨૦૮
૧૧૦. ૪-૧ મૃદુ સ્પર્શ નામકમ-શરીર સુંવાળું કરનાર કર્મ ૧૧૧. ૪–૨ કર્કશ સ્પર્શ નામકર્મ–શરીર ખડબચડું કરનાર કર્મ. ૧૧૨ ક-૩ શીત સ્પર્શ નામકર્મ–શરીર ઠંડુ કરનાર કર્મ ૧૧૩. ૪-૪ ઉષ્ણસ્પર્શ નામકર્મ–શરીર ઉનું કરનાર કર્મ. ૧૧૪. ૪-૫ લધુ સ્પર્શ નામકર્મ–શરીર હળવું કરનાર કર્મ, ૧૧૫. ૪-૬ ગુરુ સ્પર્શ નામકમ-શરીર ભારે કરનાર કર્મ. ૧૧૬, ૪-૭ સ્નિગ્ધપ નામકર્મા–શરીર ચીકણું કરનાર કમી ૧૧૭. ૪-૮ સક્ષ સ્પર્શ નામકર્મ–શરીર લુછું કરનાર કર્મ
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તે ગુણે પુદગલામાં હોય જ છે. પુદગલનું શરીર બંધાય એટલે તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોવાનાજ. તે પછી તે ઉત્પન્ન કરનાર કર્મોની શી જરૂર છે? તેના જવાબમાં કહેવાનું કે-તે તે જીવના તે તે શરીરના પ્રતિનિયત વર્ણાદિ વર્ણાદિક નામકર્મ વિના સંભવિત નથી. માટે તે તે કર્મોની જરૂર રહે જ છે. કાં તે દરેકના વર્ણાદિક સરખા જ થાય. કાં તે ન જ થાય. માટે વિચિત્રતા દેખાય છે, તે કર્મો વિના સંભવે નહીં.
આનુપૂવી નામકમ-આનુપૂર્વી એટલે એક પછી એક અનુક્રમે રહેલા આકાશ પ્રદેશોની શ્રેણીઓ, તે આનુપૂવી મરણ પછી બીજે ઠેકાણે જન્મ લેવા જતાં આત્માને આકાશ પ્રદેશની શ્રેણી અનુસારે ચાલવું પડે છે તે રીતે જતાં જ્યાંથી વળાંક વળવાને હોય, તે સ્થળેથી બીજી શ્રેણી ઉપર ચડવાને આ કમ જીવને મદદ કરે છે. જ્યાંથી મરે ત્યાંથી જીવ સીધી લીટીમાં જ ચાલે છે. વળાંક વળ્યા પછી પણ સીધી લીટીમાંજ ચાલે છે. વધુમાં વધુ ત્રણ વળાંક જીવને વળવાના હોય છે. એટલે મરણ પછી ઉતપન થતા વધુમાં વધુ ચારથી પાંચ સમય લાગે છે. (આ વાત શિક્ષકે બરાબર સમજાવવી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org