Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૭૬
અને નવાં કર્મો એટલાં બધાં બાંધે છે, કે ભવિષ્યમાં તેની
પણ પરંપરા તે ચાલે છે. પ્રત્યાખ્યાનીય–આ કષાયોના ઉદય વખતે કંઈક છેડે ત્યાગ કરી
શકાય છે, પરંતુ સર્વથા ત્યાગ કરી શકાતું નથી. આત્માને મૂળ સ્વભાવ સર્વ સંગના ત્યાગાત્મક હોય છે. છતાં કેટલીક સાંસારિક વસ્તુઓમાં આ કવાયવાળાઓને મમતા વિગેરે
રહે છે. સંજવલન-આ કળા જ જેમને કેવળ હોય, તેમાં સાચી સમજ
એટલે સમ્યગદર્શન હોય છે, સર્વવિરતિ રૂ૫ ઉંચામાં ઉંચા ત્યાગ પણ હોય છે. શાંતિ પણ તેની ઘણી જ હોય છે. છતાં કે બહુ જ કટ આપે, કે હેરાન કરે, ત્યારે સહેજ મન અકળાય છે. એટલી પણ અકળામણ આત્માની શાંતિને સહેજ પણ ભંગ કરે જ છે. તેનું નામ સંજવલન--સહજ આત્મગુણને બાળનાર, એવું આપેલું છે. અને સંજવલન કષાય પણ ન હોય તે ગમે તેમ હેરાન કરે, પરંતુ જરાપણું
આત્મામાં મલિનતા થાય જ નહીં. કષાય-આ ચારેય કપાય કહેવાય છે. તેનું કારણ દરેક પ્રકારના
કર્મબંધની તથા ફળની તીવ્રતા, અને ઘણે વખત ટકી રહેવાની સ્થિતિના કારણભૂત તે બને છે. કષ એટલે સંસાર, તેને આય એટલે લાભ અપાવે, તે. અર્થાત સંસારનું –કમ
પરંપરાનું મૂળ આ ચાર કવાય ખાસ કરીને છે. ક્રોધ-મોટું લાલ થઈ જાય, હોઠ ફરકવા માંડે, શરીર ધ્રુજવા માંડે
એવી લાગણી થાય તે કોઇ લાગણી કહેવાય છે. તે લાગણી ઉત્પન્ન કરનાર કર્મ કોધ કપાય કર્મ કહેવાય છે.
આત્માને મૂળ સ્વભાવ ક્રોધ રહિત છે. છતાં કોઈપણ વસ્તુ તરફ ક્રોધ ઉત્પન્ન કરાવવાનું કામ આ કર્મનું છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org