________________
૨૦૪
એવો આકાર અપાવનાર કર્મ, સમચતુરસ્ત્ર સંસ્થાન નામકમ.
પદ્માસને બેઠેલા પુરુષને ૧. જમણો ઢીંચણ અને ડાબો ખભો. ૨. ડાબો ઢીંચણ અને જમણો ખભે. ૩ હથેળી અને લલાટ તથા ૪. બે ઢીંચણ એ ચાર વચ્ચેનું અંતર સરખું હોય, તે સમચતુર સંસ્થાન કહેવાય છે. આવી આકૃતિ પિતાના ૧૦૮ આગળની ઉંચાઈ અને બાર આંગળની શીખ ધરાવતા પુરુષને હોઈ શકે છે. એટલે તેના દરેક અવયવો સમ પ્રમાણ હોય છે. રેખાઓ વિગેરે શુભ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર જેવાથી વિસ્તારાર્થ સમજી શકાશે.
૯૩, ૨. ચોવપરિમંડળ સંસ્થાન નામકમ-વડનું ઝાડ જેમ ઉપર ઘટાદાર દેખાય છે. તે પ્રમાણે જે શરીરની આકૃતિ નાભિના ઉપરના ભાગમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ દરેક સુલક્ષણયુકત હોય છે. પરંતુ નીચેના ભાગમાં ખામી હોય છે. તેનું નામ ન્યાધ પરિમંડળ સંસ્થાન કહેવાય છે, એવી આકૃતિ અપાવનાર કમ–ન્યોધ પરિમંડળ નામક. ધ=ડ.
૯૪. ૩. સાદિ અથવા સાચી સંસ્થાન નામકર્મ– શરીરમાં નાભિથી માંડીને નીચેનો ભાગ સામુદ્રિક શાસ્ત્રોક્ત લક્ષણોવાળો હોય, અને ઉપરના ભાગ લક્ષણોથી યુક્ત ન હોય, તે સાદિ સંસ્થાન અથવા સાચી એટલી શાલ્મલીનું ઝાડ, તેનાં થડ સારાં હોય છે, પરંતુ ઉપર ડાળ, પાંખડાં, પાંદડાં વિગેરેની એવી સુંદર ઘટા નથી હોતી. તેથી તેના જેવી શરીરની આકૃતિ હોવાથી સાચી સંસ્થાન એવું નામ પણ કહેવાય છે. તેવી આકૃતિ અપાવનાર કર્મ સાદિ અથવા સાચી સંસ્થાન નામકર્મ.
૬૫. ૪. કુજ સંસ્થાન નામકર્મ—માથું, ડોક, હાથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org