Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૦૫
પગ વિગેરે બરાબર સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણે પ્રમાણે હોય છે. અને છાતી, પેટ, વિગેરે લક્ષણ પ્રમાણે ન હોય, તે શરીરની આકૃતિનું નામ કાજ સંસ્થાન કહેવાય છે. તેવું સંસ્થાન અપાવનાર કર્મ. ફજ સંસ્થાન નામકમ.
૯૬, ૫, વામન સંસ્થાન નામકમ-ડોક, માથું, હાથ, પગ વિગેરે લક્ષણ રહિત હોય, અને છાતી, પેટ વિગેરે લક્ષણ સહિત હોય. એટલે કે કુજ કરતાં વિપરીત હય, તે વામન સંસ્થાન. અને તેવું સંસ્થાન અપાવનાર કમં–વા મન સંસ્થાન નામકમ.
૯૭. ૬. હુડક સંસ્થાન નામકર્મ–શરીરના દરેક અંગો અને અવય શાસ્ત્રોક્ત લક્ષણ વગરના હોય, તેવું શરીર હંડક આકૃતિવાળું કહેવાય છે. તેવી આકૃતિ ઉત્પન્ન કરનાર હ હક સંસ્થાન નામકમ.
નિર્માણ નામકમ અંગોપાંગના સ્થાન નક્કી કરી આપે છે. અંગોપાંગ નામકર્મ અંગે પાંગ ઉત્પન્ન કરે. શરીર પર્યાપ્તિ શરીરને લાયકની તૈયારી કરી આપે છે. ઇન્દ્રિયમર્યાતિ નામકર્મ અંગોપાંગમાંથી ઈદ્રિયોને લાયકની તૈયારી કરી આપે છે. સંઘયણ નામકર્મ મજબુતી, અને સંસ્થાન ના મ શરીર અને તેના અવયેની સમપ્રમાણ કે વિષમ પ્રમાણની આકૃતિ બનાવવામાં કારણ ભૂત થાય છે.
વણ: ગંધ: રસ: સ્પશ: નામકમ–શરીરના રંગ નકકી કરનાર વર્ણ નામકમ છે. શરીરના ગંધે નક્કી કરનાર ગધ નામકર્મ છે. શરીરના સ્વાદ નક્કી કરનાર રસ નામક છે. અને શરીરના સ્પર્શ નકકી કરનાર સ્પર્શ નામકર્મ છે.
રંગ, ગંધ, રસ, અને સ્પર્શી અસંખ્ય પ્રકારના છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org