________________
૧૮૬
૧, સ્થાવર નામ, ૨ સૂમ નામ, ૩ અપર્યાપ્ત નામ, ૪ સાધારણ નામ, ૫ અસ્થિર નામ ૬ અશુભ નામ, ૭ દુઃસ્વર નામ, ૮ દુર્ભગ નામ, ૯ અનાદેય નામ, ૧o અયશકીર્તિ નામ.
અનુક્રમે દરેકની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે– ૧ ગતિ નામકમ–જગતમાં દ્રવ્ય: ક્ષેત્રઃ કાળ; અને ભાવ: ના સંજોગોથી ગુંથાયેલી કુદરત અનેક પ્રકારની હોય છે. પરંતુ આત્માને કોઈપણ કમ ભોગવવા માટે ચારમાંની કોઈપણ એક કુદરતી ઘટનાને આશ્રય લેવો જ પડે છે. એટલે કે-આત્માને તેમાં ગયા વિના ચાલી શકતું જ નથી. માટે એ કુદરતી ઘટનાને ગતિ કહેવામાં આવે છે. એ ચારમાંની બાકીની ત્રણને બદલે અમુક એજ ગતિમાં લઈ જવાને માટે અમુક એક ચોક્કસ કમ હેય છે. તે કર્મથી તે જ ગતિમાં જવું પડે છે, તેથી જીવને તે તે ગતિમાં લઈ જનારા કમ છે. ગતિ ચાર છે. તે પ્રમાણે તેમાં લઈ જનારા કર્મ પણ ચાર છે. ચાર ગતિના જે નામે છે, તેવાં નામે લઈ જનારા ૪ કર્મોનાં પણ છે.
૪૯, ૧ નારક ગતિ નામકર્મ–નરક ગતિમાં લઈ જવાને જે સમર્થ કમિ નારક ગતિ નામકર્મ કહેવાય છે.
નરક ગતિ એટલે નારક ગતિ નામકર્મ ભોગવવા લાયકના દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ અને ભાવના કુદરતી સંજોગે જેનું ક્ષેત્ર લેકને
અધેભાગે રહેલી છે પૃથ્વીમાં આવેલું છે. જેમાં અશુભ અને પીડાકારીજ બે હોય છે. જેમાં ઓછામાં ઓછા દશ હજાર વર્ષથી ૩૩ સાગરોપમ સુધી રહેવું જ પડે છે જેમાં ઓછામાં ઓછા અસંખ્ય જ કાયમ રહે છે, જેમાં શરીરે વધુમાં વધુ ૫૦૦ ધનુષ્ય સુધી ના ઊંચા હોઈ શકે છે. જેમાં કુંભમાં ઉપપાત થવાથી જન્મ થાય છે. પારાની માફક વેરાઈને પાછું ભેગું થઈ જાય તેવા તથા ઈડાંમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org