________________
૧૮૯
નામકર્મ કહેવાય છે. તેથી જાતિઓના પેટા ભેદે અનેક હોય છે. અને તે પટાદમાં લઈ જનાર પેટા જાતિ કર્મો પણ અનેક હોય છે. પરંતુ સર્વને પાંચ જાતિ નામકર્મમાંજ સમાવેશ કરવામાં આવેલું હોય છે.
જાતિ પાંચ ગણાય છે. એકેન્દ્રિય જાતિ, ઢીદ્રિયજાતિ, ત્રિનિદ્રય જાતિ, ચતુરિંદ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ, તેમાં જીવને લઈ જનાર કર્મના નામ પણ પાંચ છે. એકેન્દ્રિય જાતિ નામકર્મ બેઈન્દ્રિય જાતિ નામક, ગીદ્રિય જાતિનામકમ. ચતુરિદ્રિય જાતિ નામકર્મ, પંચેન્દ્રિય જાતિ નામકર્મ આ ઉપરથી એટલું સ્પષ્ટ સમજવું કે-જાતિ નામક જીવને સ્પન વિગેરે ઇોિ અપાવતું નથી. કેમકે દ્રવ્યક્યિ તે શરીર નામક, અંગે પાંગ નામકર્મ, નિર્માણ નામકમ, ઈન્દ્રિય પતિ નામ, વિગેરે નામકર્મની મદદથી થાય છે. અને ભાવેન્દ્રિમતિજ્ઞાનાવરણીય કર્મના પશમ રૂપ હોય છે.
માત્ર, જેના પેટા વિભાગમાં સરખા આકારપણું અને સરખા આકારવાળા દરેકને બોલાવવાના સામાન્ય શબદથી બેલવાનું થાય છે, તે જાતિ નામકર્મને લીધે થાય છે, જાતિઓ અનેક છે. તે દરેકનો ઈન્દ્રિયની મુખ્યતાથી એક સરખો આકાર ધ્યાનમાં લઈને તેઓને સંગ્રહ સમજાવવામાં આવ્યું છે. - એક જીવને તિર્યંચગતિ નામકમ તિર્યંચગતિમાં લઈ જાય. પરંતુ ત્યાં ગયા પછી પણ તેણે ઘોડા થયું ? કે હાવી થવું ? કે સિંહ થવું ? કે ઉંટ થવું ? લીંબડો થવું ? કે પીપળે થવું ? કે માટી થવું ? કે મીઠું થવું ? કે પત્થર થવું ? તે ચોક્કસ થઈ શકતું નથી. તે એકકસ કરી આપવાનું કામ જાતિનામ કમનું છે. હાથી પંચેન્દ્રિય જાતિ નામકર્મને ઉદય થાય, તે જ હાથી થઈ શકે. તેમાં પણ-હાથીની જતિની પેટા જાતિઓ હોય છે. અને તેના પેટા કર્મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org