________________
૧૮૮
પ્રગટ કરી શકાય. ગુરુ-શિષ્ય સંબંધ કરી શકાય. વિગેરે પ્રકારની કુદરતી પરિસ્થિતિનું નામ મનુષ્યગતિ કહેવાય છે. તેમાં આત્માને લઈ જનાર મનુષ્યગતિ નામકમ.
પર. ૪, દેવગતિ નામ કમ–દેવગતિમાં લઈ જવાને સમર્થ કર્મ.
દેવગતિ એટલે ? દિવ્ય શરીર હોવું, દિવ્ય કાન્તિ હેવી, અમુક આવાસોમાં અને વિમાનમાં રહેવું, સાત હાથથી વધારે ઉંચું શરીર ન હોવું, અમુક જ પ્રમાણમાં વૈક્રિયા પરમાણુઓનું શરીર હોવું, અમુક પ્રકારનું ઉચ્ચ સુખ ભોગવવાની સામગ્રીઓ હોવી વિગેરે કુદરતી પરિસ્થિતિનું નામ દેવગતિ છે. તેમાં લઈ જનાર કર્મનું નામ દેવગતિ નામકર્મ છે.
સૂચના-ગતિએ અને ગતિ નામકર્મોને ભેદ બરાબર સમજ. ૨. જાતિ નામકર્મ
ગતિ પામવા છતાં તેના પેટા વિભાગોમાંના કયા વિભાગમાં ઉત્પન્ન થવું ? તે નકકી આપનાર કર્મ જાતિ નામકમ છે, પેટા વિભાગનું નામ જાતિઓ છે અને તેમાં ઉત્પન્ન કરાવનાર કર્મનું નામ પણ જાતિ નામકર્મ છે. પેટા વિભાગમાંના દરેક પેટા વિભાગમાં પણ અમુક સરખા આકારના અનેક બીજા જ હોય છે. તેમજ તે આખા સમુદાયને ઓળખવા માટે એક એક અલગ અલગ નામ પણ હોય છે, માટે એ સરખે આકાર અને સરખા આકારવાળા તે તમામ જે એકજ શબદથી બોલાવી શકાય, તે સર્વને સમુદાય એક જાતિ કહેવાય છે. એવી અસંખ્ય જાતિઓનો સમાવેશ મુખ્ય પાંચ જાતિઓમાં કરવામાં આવે છે. એટલે તે મુખ્ય પાંચ જાતિઓમાં આત્માને લઈ જનાર કર્મ પાંચ પ્રકારના જાતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org