Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૯૫
જીવવું, મરવું, જન્મવું, વિગેરે છે. કર્મો ન હોય તો તેમાંનું કાંઈ પણ ન હોય.
આત્મા સાથે કામે ગુંથાઈ ગયેલા છે. તેજ કામણ શરીર છે, અને તે ૧૬મી કામણ શરીરપણે ગ્રહણ કરવા ગ્ય વર્ગાણાનું બનેલું છે.
એ કર્મોના જુથમય કામણ શરીર બનાવવાને જોઇતી કામણ વર્ગણ છવને કામણ શરીર નામકર્મના ઉદયથી મળે છે. જે કાર્માણ શરીર નામક જીવ સાથે ન હોય, તો કામણ શરીરપણે ગ્રાહ્ય એક પણ વગણને તે લઈ શકે નહીં, તેનું કામં શરીર બાંધી શકે નહીં. અને જીવમાં એક પણ કર્મ હોય જ નહીં. તેથી સંસાર પણ ન હોય. પરંતુ નવા નવા કર્મો જીવ બાંધે છે, તે વખતે પ્રથમનું કાર્માણ શરીર નામકર્મ ઉદયમાં આવેલું હોય છે, તે જ તે નવાં કર્મો દર સમયે બાંધી શકે છે. અને તે નવાં નવાં કામણ વર્ગણાનાં પુગળ જુના સાથે મળતાં જાય છે. એટલે કે કામણ શરીર રૂપે બનતાં જાય છે.
અહીં સમજવાનું એટલું વિશેષ છે કે-જેમ બીજા શરીર બાંધવાની વર્ગણાઓ જે કે જુદી જુદી હોય છે, પરંતુ તેને ઉત્પન્ન કરનારા કર્મો કામણ વગણને બનેલા હોય છે. તે પ્રમાણે અહીં નથી. કેમકે–અહીં તો કામણ શરીર કાત્મણ વર્ગણાનું હોય છે. અને કામ શરીર નામકર્મ પણ કામણ વગણનું બનેલું હોય છે. પ્રથમ કાર્માણ શરીર નામકર્મ, પછી પછીના કાર્માણ શરીરની અનાવટમાં કારણભૂત બનતા જાય છે.
આ છેલ્લાં બને ય શરીર પરંપરાથી આત્મા સાથે અનાદિ કાળને સંબંધ ધરાવે છે. જ્યાં સુધી આત્મા મોક્ષમાં ન જાય, ત્યાં સુધી કાયમ રહે છે ત્યાં સુધીમાં એવો એક પણ સમય નથી હોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org