________________
૨૦૦
તથા, દરેક જીવને સ્વતંત્ર રીતે જુદી જુદી જાતનું મિશ્રણ કરાવનાર જુદી જુદી જાતનાં બંધન નામકર્મ સ્વીકારવાની જરૂર પડે છે. સંઘાતન નામકર્મ–
દારિકાદિક શરીરમાં ઉપયોગી થાય તેવી વણઓ અનંત અનંત પરમાણુઓના સમૂહરૂપ હોય છે. એ વગંણુઓ છુટા છુટા પરમાણુઓની બનેલી હોય છે. છુટા છુટા પરમાણુઓના જ્યારે જત્યારૂપ સ્કંધ થાય, ત્યારે વર્ગણ બને છે. એવી રીતે એક એક પરમાણુઓ છુટા છુટા અને સ્વતંત્ર હોવાથી તેના જથા શી રીતે થઈ શકે? જવાબમાં પરમાણુઓમાં સંઘાત પામવાને-જત્યારૂપે થવાનો ગુણ હોય છે. એ ગુણને લીધે પરમાણુઓ જસ્થારૂપ થાય, ત્યારે જ વગણ બની શકે છે. વર્ગણ બન્યા પછી જ તેમાંની અમુક વણઓ તે તે શરીર બનાવવામાં ઉપયોગી થઈ શકે છે.
એટલે વગણરૂપે પરમાણુઓના જત્યા ન થાય, તે છુટા પરમાણુઓના શરીર વિગેરે રચી શકાય નહીં. માટે પરમાણુઓનો જ સંઘાત થવા માટે પરમાણુઓમાં રહેલ સંધાત ગુણ પ્રકટ થે જોઈએ. એ સંઘાત ગુણ જો કે સ્વાભાવિક રીતે જ પરમાણુઓમાં હોય છે, પરંતુ ક્યા જીવને અમુક શરીર બાંધતી વખતે, તેના માટેની વર્ગણાઓમાં રહેલા પરમાણુઓ પરસ્પર કેવા પ્રકારે સંઘાત પામી શકે? અથવા કેવી રીતે સંઘાત પામેલી વર્ગણુઓ અમુક જીવને મળી શકે ? તે નક્કી કરનારૂં કર્મ સંઘાતન નામ કર્મ છે.
જે જીવનું સંધાતન નામકર્મ જેવું હોય, તે પ્રમાણે તે. મળેલી શરીરની વર્ગણામાંના પરમાણુઓની સંખ્યા એકત્ર થયેલી, અને તે પ્રમાણે પરમાણુઓ પરસ્પર ચોંટેલા–સંઘાતિત થયેલા હોય છે. એટલે કે–પિતાના સંઘાતન નામકર્મના પ્રમાણમાં જ સંઘાતિત થયેલી વગંણુઓ જીવ ગ્રહણ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org