________________
૧૮૪
ધારણ કરવાનું કહે, તે દરેક તેને ધારણ કરવા પડે છે, તેમ આ નામકમ આગળ આત્માને પણ પિતાની સ્વતંત્રતા છોડીને હરેક બાબતમાં નમતું આપવું પડે છે. તેની આજ્ઞાને નમીને ચાલવું પડે છે. માટે આત્માને નમાવનાર આ કર્મનું નામ નામકર્મ રાખવામાં આવેલ છે. તે બરાબર યોગ્ય જણાશે.
નામકર્મની પ્રકૃતિએ ૪૨–૬૭-૯૩ અને ૧૦૩ એમ ચાર પ્રકારે ગણાવી છે, નામકર્મની પ્રકૃતિઓ વિપાકને આશ્રયીને ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. કેટલીક સીધી જીવની જ ઉપર અસર કરતી હોવાથી જીવવિપાકી કહેવાય છે. કેટલીક જીવ ઉપર અસર કરવા સાથે મુખ્યપણે શરીર ઉપર અસર કરતી હોવાથી પુગલવિપાકી કહેવાય છે. અને કેટલીક જીવ ઉપર અસર અમુક સ્થળે જ કરે છે. માટે સ્થળની પ્રધાનતાને ધ્યાનમાં લઈને તેનું નામ ક્ષેત્રવિપાકી રાખેલ છે.
પ્રકૃતિઓના વિભાગ બે રીતે પાડવામાં આવેલ છે. પિંડ પ્રકૃતિ અને પ્રત્યેક પ્રકૃતિ. જેમાં ખાસ પેટા ભેદોને સમાવેશ કરવામાં આવેલ હોય તે પિંડ પ્રકૃતિ છે. અને જેમાં પેટા ભેદનું ખાસ વર્ણન કરવામાં આવતું નથી, તેને પ્રત્યેક પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રત્યેક એટલે એક એક નામ વાર પ્રકૃતિ. તેના પણ બે પ્રકાર છે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને સંપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ. સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિના બે પ્રકાર છે ત્ર ક સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને સ્થાવરદશક સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
પિંડ પ્રકૃતિ ૧૪ છે. અને તેના ખાસ પેટા ભદો ૬પ થાય છે. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ૮ છે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ૨૦ છે. તેમાં ત્રસદશક સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ૧૦ છે અને તેટલી જ સ્થાવરદશક સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ છે કુલ ૮ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org