________________
૧૮૩
જ કર્મ ભવવિપાકી છે. ભવ એટલે નવું શરીર રચવા પૂર્વક ઉત્પત્તિથી માંડીને મરણ સુધીની એક પ્રકારની આત્માની સ્થિતિ.
૪૫. ૧. દેવાયુ કમ–દેવ ની ગતિના કોઈ પણ એક ભવમાં જન્મથી મરણું પર્યત ટકાવી રાખનાર કમ.
૪૬, ૨, મનુષ્પાયુઃ કમ-મનુષ્યગતિને કઈ પણ ભવમાં જન્મથી મરણ પર્યન્ત ટકાવી રાખનાર કર્મ.
૪૭, ૩. તિયચાયુઃ કમ–તિર્યંચગતિના કેઈ પણ ભવમાં જન્મથી મરણ પર્યત ટકાવી રાખનાર કર્મ,
૪૮ ૪. નારકાયુઃ કર્મ-નરકગતિના ભવમાં જન્મથી મરણ પર્યત ટકાવી રાખનાર કર્મ.
પ્રથમના ત્રણ આયુષ્યને પુણ્ય પ્રકૃતિમાં ગણાવ્યા છે. છેલ્લા એકને પાપ પ્રકૃતિમાં ગણાવેલ છે. તિર્થપણામાં દુઃખ છતાં પણ જીવવાની ઈચ્છા રહે છે, માટે પુણ્ય પ્રકૃતિમાં ગણાવેલ છે. નારકીના દુ:ખનું સંવેદન વધારે પ્રત્યક્ષ હોવાથી જીવ તેમાંથી છુટવાનું જ મન કર્યા કરે છે, માટે તેને પાપ પ્રકૃતિમાં ગણવેલ છે.
નામકમ
આમા પોતાના ગુણ-સ્વભાવ પ્રમાણે વર્તવાને પૂરેપૂરે સ્વતંત્ર છતાં આ કર્મને લીધે તેને એટલું બધું નમતું આપવું પડે છે, કે તે જેમ દેવે તેમ દોરાવું પડે છે. દુન્યવી નામ ધારણ કરવા પડે છે. અનેક રીતે જેમ નચાવે તેમ નાચવું પડે છે. નાનો થાય, બાળ થાય, વૃદ્ધ થાય, મનુષ્ય થાય, દેવ થાય, પશુ થાય, પક્ષી થાય, કીડે થાય, વનસ્પતિ થાય. ચાલી શકવાની શક્તિ ધરાવી શકે ત્યારે કોઈ વાર અંદગીભર ચાલી જ ન શકે, કેમ જાણે કેદમાં પૂરા હોય. વિગેરે અનેક સ્વરૂપમાં અનેક વેષો સ્વતંત્ર આત્માને આ કમને લીધે ધારણ કરવા પડે છે. નાટક મંડળીને નાયક નટને જે જે વેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org