________________
૧૭૭
માન-અભિમાન, અહંકાર, અક્કડ રહેવાની લાગણી હોવી, તેવી
લાગણી ઉત્પન્ન કરનાર કર્મનું નામ માન કષાય કમ
કહેવાય છે. માયા–પ્રપંચ, છળ-કપટ-વિગેરે કરવાની ઈચ્છા થાય. તેવી લાગણી
નું નામ માયા છે. એ લાગણી ઉત્પન્ન કરનાર અને નવા
કર્મ બંધાવનાર કર્મનું નામ માયા કષાય કર્મ કહેવાય છે. લેભ-વસ્તુમાં મમત્વ, મારાપણું, સંગ્રહ-સંચય કરવાની
મેળવવાની, કે લઈ લેવાની લાગણી થાય છે. તે આ લેભ લાગણી જાણવી. તેવી લાગણી ઉત્પન્ન કરનાર કમ લાભ કપાય કહેવાય છે.
આ ચારેય લાગણીઓ સેંકડો લાગણીઓના સંગ્રહ રૂપ છે. કર્મગ્રંથમાં કર્મોની સરળ પરિભાષા સમજાવવા માટે મોહથી ઉત્પન્ન થતી અનેક લાગણીઓને આ ચાર મુખ્ય લાગણીઓમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે–માણસને પૈસાને લેભ ન હોય, તો પણ શરીર સાચવવામાં એટલું બધું મમત્વ હોય છે, કે–તેને જરા પણ કષ્ટ ન આવવા દે. તેને સમાવેશ લેભમાં થાય છે. ઈષ્ય, અદેખાઈ, કોહ વૃત્તિ વિગેરે ક્રોધમાં સમાય છે.
સમ્યક ચારિત્રાવરણીય–આ ૧૬ સોળેય પ્રકારના કષાયે અને નવ નેકષાય આત્માના સમ્યફ ચારિત્ર ગુણનું આવરણ કરે છે. આત્માને મૂળ સ્વભાવ-સ્વ ગુણમાં મસ્ત રહેવાનો છે. પોતાને આત્માના અને તેના ગુણે સિવાય બીજી કોઈપણ ચીજ એટલે કે બીજાના આત્માઓ અને તેના ગુણો તથા પુદ્ગલાદિક બીજા કોઈ પણ દ્રવ્યમાં જરા પણ લક્ષ્ય દરવવાનું હેતું નથી. તે સ્વભાવરમણતા રૂપ સમ્યફ ચારિત્ર ઉપર આવરણ કરીને આત્માને તે ગુણ મિહનીય કમ ખીલવા જ દેતું નથી. ઉપરાંત– . ભા. ૧-૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org