________________
૭ર
૧૪. ૯ શિશુદ્ધિદશનાવરણીય કર્મ–દીવસે ધારેલું કામ ઉંઘમાં ને ઉંઘમાં કરી નાંખવા છતાં જાગી ન શકાય, એટલી બધી રીતે, ખુલ્લી રહેલી દર્શનશક્તિને ઢાંકનાર કર્મ.
આ પાંચ પ્રકારમાં બીજા ઘણા પ્રકારો સમય છે. એટલે નિદ્રાના પણ અસંખ્ય ભેદ પડી શકે છે.
અહીં ચતુર્દશનાવરણીયમાં ચક્ષુર્દશનશકિતને ઢાંકનાર કમ એવો અર્થ કર્યો છે, પરંતુ નિદ્રાદશનશકિતને ઢાંકનાર કર્મ એ અર્થ ન કરે. પરંતુ સહેલાઈથી જાણી શકાય એવી રીતની નિદ્રા લાવે અને યક્ષ-અચક્ષુદર્શનને ઢાંકે માટે નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ એવો અર્થ કર. એ પ્રમાણે નિદ્રાનિદ્રા નામનું સહેજ ખુલ્લા રહેલા ચક્ષુ-અચક્ષુદર્શનને ઢાંકનાર કર્મ. એ રીતે પ્રચલા નામનું સહેજ ખુલ્લા રહેલ ચ-અચ દર્શનને ઢાંકનાર કમ. એજ પ્રમાણે–પ્રચલા પ્રચલા નામનું, થિણદ્ધિ નામનું, સહેજ ખુલ્લા રહેલ ચ–અચક્ષુદર્શન-શક્તિ ઢાંકનાર કર્મ એવી વ્યાખ્યા સમજવી અને તેવી મંદ, તેવી તીવ્ર, તીવ્રતર નિદ્રાઓ ઉત્પન્ન કરનાર હોવાથી તેને દર્શનાવરણયના તે તે પાંચ નામ પાડવામાં આવ્યાં છે.
વેદનીય કર્મ ૧૫. ૧ સાતવેદનીય કર્મ–પાંચે ઈન્દ્રિયોના મનગમતા વિશેના ઉપભેગથી એક જાતને આનંદ આત્માને મનાવનાર કર્મ.
૧૬. ૨ અસાતા વેદનીય કર્મ–પાંચે ઈન્દ્રિયેના અણગમતા વિષયના સંગથી આત્માને કંટાળે-દુઃખ મનાવનાર કમ.
મોહનીય કર્મ– આ કમ આત્માની સાચી સમજ અને સાચા વર્તન ઉપર આવરણું કરીને ખોટી સમજ અને બેટી રીતે વર્તવા પ્રેરે છે. તેના ૨૮ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org