________________
૧૭૩
૧૭. ૧ મિથ્યાત્વ મોહનીય કર્મ-શ્રી જિનેશ્વર પરમાત્માઓએ ફરમાવેલા સત્ય તત્ત્વજ્ઞાન તરફ શ્રદ્ધા થવા દે નહીં. અને અસત્ય વાતો તરફ દોરી જાય.
૧૮. ૨ મિશ્ર મેહનીય કર્મ-સત્ય તત્વ તરફ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા રખાવે છે. તેમજ અસત્ય તત્વ તરફ પણ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.
૧૯ ૩ સમ્યકત્વ મોહનીય કર્મ-સત્ય તત્ત્વ તરફ આત્માની શ્રદ્ધા હોય જ છે. પરંતુ તેમાં કઈક શંકા વિગેરે દોષ ઉત્પન્ન કરવાનું કામ આ ત્રીજુ મોહનીય કામ કરે છે. જો કે મૂળ તે આ કર્મના દળીયા મિથ્યાત્વ મોહનીય કર્મના જ હોય છે. પરંતુ આમાના શુદ્ધ અધ્યવસાયથી તેને એટલા બધા સાફ કરીને તેને મેલ લગભગ ઘણે ખરે કાઢી નાખ્યો હોય છે. એટલે તે સમ્યફ-ચોખાં કર્મો હોય છે.
લેશમાત્ર આ કમ ન હોય, ત્યારે આત્માની જે સાચી સમજ હોય, તેના કરતાં આ સમ્યકત્વ મોહનીય કર્મ વખતે સહેજ તે મલીનતા હોય જ. એટલે સાચી સમજણ રૂપ સમય દર્શન ગુણ પ્રગટ છતાં આ સમ્યકત્વ મોહનીય કર્મને લીધે સત્ય તત્ત્વની શ્રદ્ધામાં શંકા વિગેરે દોષો ઉત્પન્ન થાય જ છે. માટે તે કમરના દળીયાં– કમ પ્રદેશ શુદ્ધ એટલે સમ્યફ છતાં સહેજ પણ મેહ ઉત્પન્ન કરે છે, માટે તે સમ્યકત્વ-મોહનીય ગણાય છે.
આ ત્રણનું નામ દર્શનમે હનીય કર્મ કહેવાય છે. દર્શન એટલે સમજ. સમ્યગદર્શન એટલે સાચી સમજ. તે તરફ શ્રદ્ધા ન થવા દે અને બેટા દર્શન–બોટી સમજ તરફ શ્રદ્ધા ઉત્પન્ન કરે, માટે તે દર્શન મેહનીય કર્મ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org