________________
૧૭૧.
એટલે નિદ્રાને ઉદય થતાં-ચક્ષુ તથા અન્ય દર્શનાવરણીય કર્મોએ આવરણ કરવા છતાં થોડી ઘણી દર્શન શકિત ઉઘાડી હોય, છે-તે પણ ઢંકાઈ જાય છે. માટે નિદ્રાપંચકને સર્વઘાતી કર્મ પ્રકૃતિ કહીએ છીએ. પ્રથમના ચાર-દર્શનાવરણીય કર્મ દર્શનશક્તિને પૂરી પ્રગટ થવા દેતા નથી. પરંતુ પાંચેય નિદ્રા તે પ્રગટ થયેલી દર્શનશક્તિને પણ દબાવી મારે છે. માટે નવેય દર્શનાવરણીય છે. આંખો મીંચાઈ જવી, શરીર જડ જેવું થઈ જવું, એ વિગેરે અસર શરીર ઉપર દેખાય છે. પરંતુ નિદ્રાદિકની ખરી અસર ઉઘાડી રહેલી આત્માની દર્શનશકિત નામના જ્ઞાનાંશ ઉપર થાય છે. અને જ્ઞાનાંશે ઝાંખા પડતાં જ્ઞાનતંતુઓ પણ જડ બની જાય છે. અને જ્ઞાનતંતુઓ જડ બની જતાં તેની સાથે સંકળાયેલા શરીરના બીજ અવય પણ જડ બની જાય છે. અને ખુલ્લી રહેલી આંખો ચપ દઈને મીંચાઈ જાય છે, બીજી ઈદ્રિ પણ કામ કરતી બંધ થાય છે. પ્રાણ મૂછિત જેવો થઈ જાય છે. માટે નિદ્રા પંચકને પણ જીવવિપાકી કર્મ કહેલ છે, તે બરાબર છે.
૧૦, ૫ નિદ્રા-દર્શનાવરણીય કર્મ– જલદી જાગી શકાય તેવી રીતની નિદ્રા લાવી દર્શનશકિતને ઢાંકનાર કર્મ.
૧૧. ૬ નિદ્રાનિદ્રા-દશનાવરણીય કર્મબહુ મુશ્કેલીથી જાગી શકાય તેવી રીતે ઘણી નિદ્રા ઉત્પન્ન કરી ખુલ્લી રહેલી દર્શન શકિતને પણ ઢાંકનાર કર્મ.
૧૨. ૭ પ્રચલા-દર્શનાવરણીય કર્મ-બેઠા બેઠા કામકાજ કરતાં, કે ઉભા ઉભા ઉંધ આવી જાય એવી રીતે, ખુલ્લી રહેલી દર્શનશકિતને ઢાંકનાર કર્મ,
૧૩. ૮ પ્રચલાપ્રચલા-દર્શનાવરણીય કર્મ.–ચાલતાં ચાલતાં ઊંઘ આવી જાય, એવી રીતે ખુલ્લી રહેલી દર્શન શકિતને ઢાંકનાર કમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org