________________
૧૭૦
દર્શનાવરણીય કર્મ ૬ ચક્ષુર્દશનાવરણીય કર્મચક્ષુઓથી થતા દશનનું આવરણ કરનાર કર્મ,
૭ અચસુનાવરણય કમ–ચ સિવાયની બાકીની દથિી થતાં દર્શનનું આવરણ કરનાર કર્મ.
૮ અવધિદશનાવરણીય કમ–અવધિદર્શનનું આવરણ કરનાર કર્મ,
૯ કેવળદોનાવરણીય કમ–કેવળદર્શનનું આવરણ કરનાર કર્મ.
ચલું વિગેરે ચાર દર્શનને વિચાર જ્ઞાનમીમાંસા પ્રકરણમાં જણાવીશું. તેમાંથી જોઈ લે. તે ચાર દર્શનનું આવરણ કરનાર દશનાવરણીય કર્મ સમજવું. આપણા આત્માની એકી સાથે ત્રણેય કાળના દરેક દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ ભાવના ભેદ વિના સામાન્ય રીતે આખું જગત જાણવાની સંપૂર્ણ શક્તિ છતાં, જેટલું આપણે ઓછું જાણી શકીએ, તેટલું આપણને આ કર્મનું આવરણ સમજવું.
ચલું અને અચલું દશનાવરણીય કર્મોથી, ચલું ઇકિય અને અચક્ષુ ઈન્દ્રયથી થતાં સામાન્યજ્ઞાનરૂપ દર્શને આપણને કર્મોની ઓછાશ (@યોપશમ) ને લીધે કેટલાંક ઉઘાડા હોય છે. જેને લીધે આપણે જગતમાંના કેટલાક પદાર્થો જોઈ શકીએ છીએ અથવા કે કેટલાક સાંભળી, સુંઘી, ચાખી, સ્પશી કે વિચારી શકીએ છીએ, પરંતુ તેટલી પણ સમજશક્તિ દબાવી દેવાને આપણને ઉંઘ આવે છે. એ આપણા અનુભવની વસ્તુ છે. ઊંધમાં આપણે એટલા બધા નિષ્ટ થઈ જઈએ છીએ કે જેથી-આપણને કશું ભાન રહેતું નથી. અને તદ્દન બેશુદ્ધ જેવા બની જઈએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org