________________
૧૬૮
છે, ત્યારે બીજાની ઘણી શક્તિઓ પ્રસિદ્ધ હોય, પરંતુ–તેટલી સંગીન ન હોય, અને કેઈની ગુપ્ત હોવા છતાં વધુ સંગીન હોય, એમ પણ બને છે, એટલે તપાગચ્છના અનુયાયિઓની સંખ્યા ભલે જગતમાં ઓછી હોય, પરંતુ તે મૂળધમ પરંપરાની મુખ્ય અને જેમ બને તેમ શુદ્ધ પરંપરા છે, આ વાતની કઈ પણ તટસ્થ અતિહાસિક સંશોધકથી ના પાડી શકાય તેમ નથી. એટલે જ જગતના અસત્યતને અંતિમ મોરચે. તેની સામે જ હોય છે. અને જગતમાં તે તે વખતે આવી પડતા અધર્મના ઘા તેને જ છેવટે ઝીલવાના હોય છે તેનો કિલ્લે જેટલે મજબૂત હોય છે, તેટલે તે બીજા ધર્મોમાં પણ પ્રકાશનો ટકાવ-બચાવ કરી શકે છે. તપાગચ્છ એ આખા જગતના સત્યતનું યથાશકાય પણ મુખ્ય કેન્દ્ર છે. મૂળ મિક્ત છે. પરંતુ તેની સાથે જોડાયેલા બીજા ધર્મો ગૌણ છે. માટે જગતમાં મૂળધર્મનું ઝરણું શોધનારને નિરાશ થવું પડે તેમ નથી. આ રીતે માનવ જાતે પોતાને લાભ કરનાર મૂળ ધમને જગતમાં આજ સુધી અનેક જહેમતને પરિણામે હજુ પણ ટકાવી રાખેલ છે.
પરંતુ આજકાલ આ વાત બહુ જ થોડાના ધ્યાનમાં આવે તેમ છે, કેટલાકને આ વાત વિચિત્ર લાગશે. મૂળધમની પ્રાપ્તિ, તેની નજીક આવવું. એ પણ સર્વોચ્ચ ભાગ્યોદય યોગ હોય તો જ બને છે.
તે તપાગચ્છમાં થયેલા શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રાચીન કર્મવિપાક વિગેરે ગ્રંથોમાંથી સંક્ષિપ્ત પદોમાં આ નવ્ય કર્મ વિપાક ગ્રન્ય બનાવ્યો છે. પ્રભુત-રચેલે અક્ષરન્યાસ= સંક્ષિપ્ત શબ્દોમાં ગોઠવો. વૃત્તિતા-આ સ્તબુકાઈ પણ શ્રી જીવવિજયજી મહારાજાએ ટીકામાંથી ટુંકામાં ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org