Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
માટેની દૂર દૂરની પણ કેડી રૂપે બની રહે છે. એ અપેક્ષાએ રત્નત્રયાત્મક મુખ્ય ધમથી જેટલા દૂર દૂર રહી ગયેલા હેય, એટલા મિથ્યાત્વથી ભરેલા છતાં દરેક ધર્મમાં ઓછી-વધતે અંશે જેટલું રત્નત્રયાત્મક ધર્મમાગને દૂર દૂરથી પણ અનુસરવાપણું હોય છે, તેટલે તેટલે અંશે દરેક ધર્મો માર્ગાનુસારી ગણી શકાય છે. માર્ગાનુસારીતાના જેટલા અંશે ન હોય, તેટલે ભાગ મિથ્યાત્વ જ હોય છે, કેઈમાં ઓછું મિથ્યાત્વે, કોઈમાં વધારે, એમ અનેક પ્રકારની તરતમતાઓ હોય છે. જેમ કે–ીવાદિક આર્ય પ્રજાને ધર્મો જેટલા માર્ગાનુસારી છે, તેના કરતાં, જરથોસ્ત આદિના ધર્મો ઓછા માર્ગાનુસારી હોય છે. માટે તેના કરતાં વધારે મિયા
વાસનાવાળા હોય છે. એ પ્રમાણે જંગલી પ્રજાઓના ધર્મો સુધી વિચારવું. જેનધર્મ પાળનારાઓમાં પણ દિગંબર-સ્થાન કવાસી તથા કેટલાક ગચ્છો વિગેરે પણ ઘણે અંશે માર્ગાનુસારી તથા ભાગના અંશ સ્વરૂપ પણ છે, પરંતુ જેમાં જેમાં માર્ગોની ઓછાશ કે માર્ગોનુસ રિતાની ઓછાશ હોય, તેટલે અંશે તેમાં મિથ્યાત્વની વાસના પણ સંભવિત રહેવાની જ. સારાંશ કે–જેટલે પ્રકાશ-તેટલે જ ધર્મ, અને જેટલે અંધકાર–એટલે અધર્મ. તે દરે. કમાં મિથ્યાત્વ હોવા છતાં તે દરેકમાં તે સરખું તે નહીં હોવાનું. તેમાંયે ઓછાશ–વત્તાશ રહેવાની જ.
એટલે કે-જગતને મૂલ ધર્મ તે એક જ છે, લોકોએ જુદા જુદા સ્થળમાં જુદે જુદે વખતે અને પિતાના જુદા જુદા સ્વભાવ કે સંજોગો અનુસાર અનુકૂળતા પ્રમાણે તે સવ’ તરફ ધ્યાન રાખીને પોતપોતાની સગવડ અને સમજ અનુસાર તેમાંથી જે ભાગો ગોઠવી લીધા છે, તે જુદા જુદા ધર્મ ગણાયા છે. પરંતુ મૂલ વસ્તુ એકજ છે. સર્વ જી એકજ મૂળ વસ્તુ પ્રમાણે ચાલી શકે નહીં, તેમજ આવા વિભાગો સિવાય પિતાપિતાની શક્તિ પ્રમાણે ધર્મ આરાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org