________________
ગભિત=ઈ ઈષ્ટ વસ્તુ ન મળવાથી તેની ઉપર અત્યંત મમતા હોવા છતાં તેના તરફથી અત્યંત નિરાશા થવાથી જે બીજી વસ્તુ ઉપર વૈરાગ્ય ઉપજે તે.
ઋદ્ધિગારવ-ઋદ્ધિસિદ્ધિ મળવાથી ગર્વ કરે. રસગારછ કે નવરસની સમૃદ્ધિ મળવાથી ગર્વ કરેઃ સાતાગાર-ધનધાન્ય, નોકર ચાકર, વિગેરે સુખ આપનારા વિપુલ સાધને મળવાથી ગર્વ કરે તે.
ગાથા ૬૧ મી તપાગચ્છ=પૂર્વ પરંપરાથી ચાલ્યા આવતા જૈન ધર્મના મુનિઓ નિગ્રંથ કહેવાય છે. પ્રભુ મહાવીર સ્વામીના વખતમાં તમામ જૈન મુનિ સમુદાય નિગ્રંથ કહેવાતા હતા. અને તેની વંશ પરંપરામાં જેટલા મુનિઓ થયા તે સવ નિગ્રંથગછના ગણાતા હતા. કાળક્રમે એ નિગ્રંથગછના જુદા જુદા વખતે વનવાસી ગચ્છ, વૃદ્ધ–ગચ્છ, ચંદ્રગચ્છ, વિગેરે પ્રભુ મહાવીરની મૂળ પટ્ટપરંપરાના બીજા પાંચ નામ પડીને કુલ છ નામ પડયાં છે. તેમાં શ્રીજચંદ્રસૂરીશ્વરજી મહારાજે આયંબિલને મહાતપ કરેલે હેવાથી ઉદેપુરમાં તેમને તપા એવું બિરૂદ મળેલું હતું, ત્યારથી તે ગચ્છનું નામ તપા એ છઠું નામ પ્રસિદ્ધ છે.
જગતમાં-સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યફ ચારિત્ર રૂપ મોક્ષમાં લઈ જનાર અનાદિકાળથી ધર્મ એક જ છે. છતાં સર્વક્ષેત્રના, સર્વ કાળના, અને સર્વ પ્રકૃતિના મનુષ્યો એક સરખી રીતે તેનું પાલન કરવાને અરાક્ત હોય છે. તેથી તે સર્વ મનુષ્ય પોતાની સગવડ પ્રમાણે પરંપરાએ એ ત્રણ રત્નને અનુકૂલ પિતા પોતાના માટેના ધર્મો ગોઠવી લે છે. તે સર્વ વાસ્તવિક રીતે મૂળ એક ધમની શાખાઓ-પ્રશાખાઓ રૂપે બની જાય છે. અથવા તેની તરફ જવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org