SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર ૧૪. ૯ શિશુદ્ધિદશનાવરણીય કર્મ–દીવસે ધારેલું કામ ઉંઘમાં ને ઉંઘમાં કરી નાંખવા છતાં જાગી ન શકાય, એટલી બધી રીતે, ખુલ્લી રહેલી દર્શનશક્તિને ઢાંકનાર કર્મ. આ પાંચ પ્રકારમાં બીજા ઘણા પ્રકારો સમય છે. એટલે નિદ્રાના પણ અસંખ્ય ભેદ પડી શકે છે. અહીં ચતુર્દશનાવરણીયમાં ચક્ષુર્દશનશકિતને ઢાંકનાર કમ એવો અર્થ કર્યો છે, પરંતુ નિદ્રાદશનશકિતને ઢાંકનાર કર્મ એ અર્થ ન કરે. પરંતુ સહેલાઈથી જાણી શકાય એવી રીતની નિદ્રા લાવે અને યક્ષ-અચક્ષુદર્શનને ઢાંકે માટે નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ એવો અર્થ કર. એ પ્રમાણે નિદ્રાનિદ્રા નામનું સહેજ ખુલ્લા રહેલા ચક્ષુ-અચક્ષુદર્શનને ઢાંકનાર કર્મ. એ રીતે પ્રચલા નામનું સહેજ ખુલ્લા રહેલ ચ-અચ દર્શનને ઢાંકનાર કમ. એજ પ્રમાણે–પ્રચલા પ્રચલા નામનું, થિણદ્ધિ નામનું, સહેજ ખુલ્લા રહેલ ચ–અચક્ષુદર્શન-શક્તિ ઢાંકનાર કર્મ એવી વ્યાખ્યા સમજવી અને તેવી મંદ, તેવી તીવ્ર, તીવ્રતર નિદ્રાઓ ઉત્પન્ન કરનાર હોવાથી તેને દર્શનાવરણયના તે તે પાંચ નામ પાડવામાં આવ્યાં છે. વેદનીય કર્મ ૧૫. ૧ સાતવેદનીય કર્મ–પાંચે ઈન્દ્રિયોના મનગમતા વિશેના ઉપભેગથી એક જાતને આનંદ આત્માને મનાવનાર કર્મ. ૧૬. ૨ અસાતા વેદનીય કર્મ–પાંચે ઈન્દ્રિયેના અણગમતા વિષયના સંગથી આત્માને કંટાળે-દુઃખ મનાવનાર કમ. મોહનીય કર્મ– આ કમ આત્માની સાચી સમજ અને સાચા વર્તન ઉપર આવરણું કરીને ખોટી સમજ અને બેટી રીતે વર્તવા પ્રેરે છે. તેના ૨૮ પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy