________________
૧૫૬
તે કમ આત્માના સમ્યફ ચારિત્ર ગુણનું આવરણ કરે છે, માટે તેનું નામ સમ્યફ ચારિત્રાવરણીય રાખવામાં આવ્યું છે, અને તે અસમ્યફ ચારિત્રમાં એટલે રાજ્ય ધન કુટુંબ વિગેરે પર વસ્તુઓમાં આત્માને લલચાવે છે. માટે તેનું નામ મોહનીય કર્મ રાખવામાં આવ્યું છે. ' પરંતુ એટલેથી જ તેની અસર પુરી થતી નથી. પરંતુ સંસારનું મૂળ પણ બને છે. એટલે કે-ક્રોધ નામની એવી લાગણી ઉત્પન્ન થાય છે, કે જે સમ્યફ ચારિત્રનું આવરણ કરે છે. અસમ્યફ ચારિ. ત્રમાં લલચાવે છે. ઉપરાંત નવા કર્મો એવા બંધાવીને આત્માને સંસાર વધારી મૂકી–સંસારને તેને લાભ આપે છે. એટલે તેનું નામ કષાય રાખવામાં આવેલ છે. પરંતુ આ ક્રોધની લાગણી એવી પણ નથી કે સંસારને થોડોક વધારે કરીને કૃતકૃત્ય થાય. તે તે એક પછી એક નવાં કર્મો બાંધવાની અનંત પરંપરાઓ ઉત્પન્ન કરે છે. માટે તે ક્રોધી લાગણે ઉત્પન્ન કરનારનું નાસ અનંતાનુબંધીય કષાય કહેવામાં આવેલ છે. સારાંશ કે–મોહનીય કમ ચાર કર્યો
(૧) આત્માના ચારિત્ર ગુણને ઢાંકે છે. (૨) ખોટા ચારિત્રમાં-આત્મા સિવાયના પદાર્થમાં લલચાવે છે. (૩) ક્રોધાકિની લાગણી ઉત્પન્ન કરે છે.
(૪) અને નવા કર્મો બંધાવે છે. તેમાંય સામાન્ય અને એક વાર જ કર્મ બંધાય નહીં. પરંતુ એક વખત થયેલી ક્રોધની લાગણી એવું કમ તે વખતે બંધાવે છે, કે તે બંધાયેલું મં ઉદયમાં આવી એ ક્રોધ કરાવે, એટલે બીજું તેવું જ બંધાય. એમ અનંતવાર બંધાવાની પરંપરા ચલાવે છે. એ પ્રમાણે માન-માયા-લોભ – લાગણી ઉત્પન્ન કરનાર કર્મો વિષે પણ સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org