________________
તદ્દન સ્વતંત્ર હોય છે. દૂધને મા કરીને જેમ જેમ ઘન કરે, તેમ તેમ ઘી છુટું પડતું જાય છે, તે જ પ્રમાણે પાણી કરતાંયે વધારે નરમ આત્માના પ્રદેશ ઉકળતા પાણીની જેમ ઉપર નીચે થયા જ કરતા હોય છે. અને તે પણ આકાર ધારણ કરી શકે છે, અને તે જુદા જુદા આકાર ધારણ કરતી વખતે આકર્ષાઇને આવેલી તેની બાજુમાં રહેલી કામણ વગણ
ના સ્કો તેમાં અટવાઈ જાય છે. બન્નેનું એટલું બધું ગાઢ મિશ્રણ થાય છે, છતાં બન્ને બાજુમાં તક્ત સ્વતંત્રજ હોય છે. એ પ્રમાણે આત્મા જેમ જેમ જુદા જુદા આકારમાં ફરતે જાય, તેમ તેમ કેટલાક કામણ કહે છુટા પડતા જાય, ને નવા નવા તેમાં શું થાતા જાય. બીજું કારણ એ પણ છે, કે-જેમ જેમ આત્મા પિતાનાં રૂપાન્તર કરતે જાય. તેમ તેમ કર્મના સ્કંધે પણ પિતાની જાતના સ્કન્ધાને સ્વાભાવિક રીતે જ વધારે વધારે ખેંચે જાય છે, તેથી વધારે સુક્ષ્મ વિચાર કરતાં આપણે એ પણ કબુલ કરવું પડશે, કે
આમાં કમસ્ક ધ સાથે વીંટાઈ શકે, અને કર્મ સ્કંધ ગુંથાઈ શકે, તેવી બનેયની કુદરતી લાયકાત છે, અને આકાશાદિકમાં તેવી લાયકાત ન હોયાથી તેમ બની શક્યું નથી. એટલે-એ બે દ્રવ્યમાં બીજી અનંત અનંત લાયકાત સાથે પરસ્પર ગુંથાવાની લાયકાત પણ છે, જેને પરિણામે આપણે જોઈએ છીએ, તેવી આ વિવિધ જીવ અને જડની સૃષ્ટિ જોવામાં આવે છે. એકલા આત્માઓ હોય, કે કર્મ સ્કંધે એકલા હોય તે આપણે જોઈએ છીએ તેવી આ વિવિધ જીવસૃષ્ટિ હોત જ નહીં, આત્મા કરતાં કોઈ એવી જુદી વસ્તુ તેમાં એવી મિશ્રણ થાય છે કે–આ વિચિત્ર સૃષ્ટિ નજરે ચડી શકે છે. માટે એવો કોઈ પણ પદાર્થ માનવજ પડશે; અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org