Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૩૫ શબ્દાર્થ – ૫ણહારજીતનારા : પ્રતિપાદનરૂપ સમજાવવા રૂપઃ
અભ્યન્તર અંદરના ઉપલ=પત્થર, આત્યંતિકકતદન.
વિશેષ વિચારણ—આપણે કર્મના સ્વરૂપમાં “આત્મા સાથે
સંબંધ પામેલી કામણગણાને કર્મ કહેલ છે. તબુકાથમાં પણ એ જ વ્યાખ્યા લગભગ આપવામાં આવી છે. પરંતુ મૂળ ગાથામાં કર્મનું નામ કમ કેમ રાખવામાં આવ્યું છે ?” તે પ્રશ્નના જવાબમાં–મૂળ ગાથામાં કહ્યું છે કે–“તેનું કમ નામ રાખવાનું પ્રયોજન એ છે; કે–તે કર્મ છે; માટે કમ નામ રાખવામાં આવ્યું છે. વ્યાકરણમાં “છોકરી કાતર વડે કાગળ કાપે છે.” આ કર્તરિ પ્રગનું વાક્ય છે. તેમાં છેક કર્તા છે, કાગળ કમ છે. કાત૨ કરણ છે. અને કાપવાની ક્રિયા છે. કાપ ક્રિયાનું ફળ છે. અને તે કાપરૂપી ક્રિયાનું ફળ કાગળમાં ઉત્પન્ન થાય છે. “છોકરા વડે કાતર વડે કાગળ કપાય છે. આ કર્મણિ પ્રયોગનું વાકય છે. માત્ર પ્રયોગમાં જ ભાષાની રચનામાં ફરક છે. પણ અર્થમાં કાંઈ પણ ફરક નથી.
તે પ્રમાણે જ તેમાં પણ, કર્તા છેક: કરણું કાતર, કર્મ કાગળ કાપવાની ક્રિયા, અને કાપ ક્રિયાનું ફળ છે.
તે પછી એક જ જાતનો ભાવાર્થ છતાં વાક્યરચના જુદી જુદી કેમ થાય છે ? તેના જવાબમાં એટલું કહી શકાય છે કેક્રિયાપદને કે કુદરતને જે કર્તરિ પ્રયોગમાં થનારા પ્રત્યય લગાડવામાં આવે છે તે આખી રચના કર્તરિ પ્રગના વાક્યની કહેવાય છે. અને ક્રિયાપદને કે કૃદન્તને કમણિ રચનાના પ્રત્યે લગાડવામાં આવે, તો તે પ્રયોગને કર્મણિ પ્રયોગની રચના કહેવામાં આવે છે. એટલે ક્રિયાપદને લગાડવામાં આવતા પ્રત્યય ઉપરથી કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org