________________
૧૪૬
મળતા આવે છે, તેટલી બાબતમાં તે બીજા ઘડા સમાન=જેવે! હાવાથી તેમાં સામાન્યપણુ છે. અને બીજા ઘડાઓ કરતાં પેાતાની વ્યક્તિ જુદી હાવાધી-મીન્ન દરેક ઘડાઓ કરતાં પોતાનામાં જેટલી જુદાઈ–વિશેષતા છે, તે વિશેષતાઓને લીધે-બીજા બધા કરતાં તે જુદો પડે છે. એટલે તેજ ઘડામાં પોતાનું વિશેષપણું પણ છે, વધારે સૂક્ષ્મતાથી વિચારીએ તા એકજ ઘડે કાળ ભેદે: સ્વરૂપ ભેદે: ક્ષેત્ર ભેદે; સ્વામિ ભેદેઃ વિગેરે કારણાથી જુદો જુદો ગણા ય છે. તે એક ઘડામાં સામાન્યપણું છતાં કાળાદિભેદે વ્યકિતભેદ થતાં તે તે વિશેષ ધર્માં પણ તેમાં હોય છે. માટે ઘડામાં-સામાન્યપણું અને વિશેષપણું: એ બન્નેય ધર્મ છે,
ઘડામાં ધડા તરીકેનું સામાન્યપણું છે. જડ પદાર્થો તરીકેનું સામાન્યપણું છે. વસ્તુ તરીકેનું સામાન્યપણું છે, તેજ રીતે “ આ ઘડા ’” તરીકેતુ વિશેષપણું છે, માટી નામના અમુક જડ પદાથ તરીકેનું વિશેષપણું છે અમુક આકારના દ્રવ્ય રૂપ વસ્તુ તરીકેનુ વિશેષપણું છે. સારાંશ કે–સામાન્યપણું અને વિશેષપણું એ બન્નેય ધર્માં પરસ્પર સાપેક્ષ હાય છે. અને દરેક પદાર્થોમાં એ સાથે રહે છે.
પદામાં રહેલા કોઈ પણ સામાન્ય ધર્મ નું જ્ઞાન કરવાની આત્મામાં રહેલી શક્તિ, તે આત્માના દર્શનગુણ ગણાય છે, અને
પદાથ માં રહેલા કોઈપણ વિશેષ ધર્મ'નુ જ્ઞાન કરવાની આભામાં રહેલી શક્તિ, તે આત્માને જ્ઞાન ગુણ ગણાય છે.
એ અન્ધેય શક્તિના આત્મા વપરાશ કરે, ત્યારે—એ અનૈય શક્તિઓના ઉપયાગ કર્યાં ગણાય છે.
જ્યારે દર્શનશક્તિના ઉપયેાગ કરવામાં આવે છે, ત્યારે વસ્તુના સામાન્ય ધર્મ જાણવામાં આવતા હોવાથી, તે વ્યક્તિરૂપે વિશેષ આકાર નક્કી કરી શકાતા નથી. માટે દશનાપયાગ એટલે નિરાકારાયાગ કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org