________________
છે, એટલે તે જાણી જાય. કે “ગુરૂજી શ્રી મહાવીર ' એવો શબ્દ બેલ્યા છે. અને તે લખવાની મને આજ્ઞા કરે
છે. અને તે શબ્દ મારા સાંભળવામાં આવે છે, માટે જલદી લખાવો જોઈએ.” એટલે આત્મા તરત મનને હુકમ કરે છે. મન મગજને, અને મગજ હાથના જ્ઞાનતંતુઓને એટલે તરત જ હાથ પાટી પેન લેતાકને લખવા માંડે છે. ગુરૂજી ગુસ્સે થઈ ઠપકે ન આપે, માટે જલદી લખવા હાથમાં વેગ ઉભરાય છે. લખ્યું, તે બરાબર છે ? કે નહીં કે તે જેવા પૂણુ આત્મા મનને હુકમ આપે છે, મન મગજને, મગજ આંખના જ્ઞાનતંતુઓને, અને આંખના જ્ઞાનતંતુઓ આંખને જોવાને હુકમ કરે છે, કે આંખ જોઈ લે છે, એટલે શ્રી મહાવીર એમ લખેલા શબ્દનો આકાર આંખની કીકીમાં પડે છે, કે તેની સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ મગજમાં, મગજ મનમાં–મન આત્મામાં, આત્મા, પોતાના જ્ઞાનમાં પહોંચાડી દે છે, ને આત્માને ખાત્રી થઈ જાય છે કે–બરાબર
-શ્રી મહાવીર શબ્દ જ લખાય છે.” - આ પ્રમાણે ગુરૂજી શ્રી મહાવીર શબ્દ બોલ્યા કે તુરત તે આપણે લખી લીધે. અને તે “ખરે છે.” એમ નકકી કરતાં સુધીમાં આપણે જાણી શકીએ તેમ એટલી બધી બારીક હલચાલે થઈ જાય છે અને આપણે ન જાણી શકીએ તેમ પણ બીજી ઘણી જાતની બારીક હીલચાલે તેની સાથે થાય છે, જે અહીં લખવા જતાં ઘણું લંબાઈ જાય. આટલી બધી બારીક હીલચાલ થાય છે, તેની આપણને એકદમ માલૂમ જ પડતી નથી. માત્ર જે બારીક વિચાર કરવા બેસીએ, તે જ સમજાય છે.'
૬ હવે, એક ગાને આપણે શ્રી મહાવીર શબ્દ લખવાનું
નકન ન
કામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org