________________
* વિધિનો રાગ એટલે આગમ, ભગવાન અને ગુરુનો રાગ સમજવો.
* પૂર્ણપદની અભિલાષા સાચી ત્યારે મનાય, જ્યારે આપણે આપણા તપ, જ્ઞાન, દર્શનાદિને યથાશક્ય પૂર્ણકક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરીએ.
શુદ્ધિના માત્ર પક્ષપાતથી ન ચાલે, યથાશક્ય જીવનમાં ઉતારવું જોઈએ.
* જેઓ બાહ્ય ક્રિયાના આડંબરથી, મેલા કપડાકે શુદ્ધ ગોચરીકે ઉગ્ર વિહારથી અભિમાન ધારણ કરે છે – તેઓ જ્ઞાની પણ નથી ને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે, એમ માનવું.
જેમાં જ્ઞાન પરિણામ ન પામ્યું હોય તેઓ જ બાહ્મક્રિયાના આડંબરનો અભિમાન રાખે. અભિમાની નિંદક હોવાના.
એક મહાત્મા વહોર્યા વગર ગયા. બીજા અને ત્રીજા મહાત્મા વહોરીને ગયા. ત્રીજાને વહોરાવ્યા પછી પૂછતાં તેમણે કહ્યું નહિ વહોરનારા ઢોંગી છે. અમે જેવા છીએ તેવા છીએ.
આમાં નહિ વહોરનારા સત્ય સંયમી હતા. બીજા વહોરનારા સંવિરૂપાક્ષિક હતા. ત્રીજા દંભી, ઢોંગી અને નિંદક હતા.
* બહિર્બદ્ધિ લોકો બાહ્યક્રિયાના રસિક હોય છે. તેઓ અંતઃકરણ તપાસનારા નથી હોતા.
બાલબુદ્ધિ જીવો માત્ર વેષ જુએ. મધ્યમબુદ્ધિ માત્ર ચાર જુએ પણ પંડિત તો આગમતત્ત્વને સર્વપ્રયત્નથી જુએ, પરખે. - એમ ષોડશકમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું
બાલબુદ્ધિને અભિગ્રાદિની, મધ્યમને આચારની, ગુરુ-સેવાની વાત કરવી જ્યારે પંડિતને તત્ત્વની વાત કરવી.
બાળ જીવોની શ્રદ્ધા વધારવા તેની સમક્ષ આચારોનું સંપૂર્ણ પાલન કરવું. ભલે તમે ધ્યાનયોગમાં ગમે તેટલા આગળ વધી ગયા હો, પણ બાહ્યાચારનહિ છોડવો જોઈએ.
૩જુરો નો સંસાન્ા લોકસંજ્ઞાનો સંપૂર્ણ ત્યાગ કરી યોગીએ શ્રદ્ધા અને વિવેકપૂર્વક જીવવું.
* ઉપા. યશો વિ.માંથી કોઈ, આટલી પણ ભૂલકાઢી શકે નહિ. એમ સાગરજી
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૨૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only