________________ આહારના દોષ. ' ( 21 ) ' “બાળકને ધવરાવનાર, સ્નાન કરાવનાર, અલંકાર પહેરાવનાર, રમાડનાર અને ખોળામાં બેસાડનાર આ પાંચ ધાત્રી માતા કહેવાય છે, તે પાંચમાંથી કોઈ પણ કાર્ય સાધુ ભિક્ષા માટે કરે તે તે ધાત્રીપિંડ નામનો દોષ કહેવાય છે 1, દૂતીની જેમ સંદેશ લાવી અને લઈ જઈ ભિક્ષા ગ્રહણ કરે તે દૂતીપિંડ દોષ છે 2, ભિક્ષાને માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી લાભાલાભરૂપનિમિત્ત કહીને ભિક્ષા ગ્રહણ કરવાથી નિમિત્તપિંડ દોષ લાગે છે 3, ભિક્ષાને માટે જાતિ, કુળ, ગ૭, કર્મ, શિલ્પ વિગેરેની પ્રશંસા કરી ભિક્ષા લેવાથી સાધુને આજીવપિંડ દોષ લાગે છે 4, કેઈપણ બ્રાહ્મણ, શ્રમણ વિગેરેના ભક્ત પાસેથી આહાર લેવાની ઈચ્છાથી “હું પણ તેને ભક્ત છું.”એમ કહી આહાર ગ્રહણ કરે તે તેથી વનપકપિંડ દોષ લાગે છે 5, વૈદ્યની જેમ ઔષધ આપી કે બતાવી આહાર, ગ્રહણ કરવાથી ચિકિત્સાપિંડ દેષ લાગે છે 6, વિદ્યા અને તપ વિગેરેને પ્રભાવ બતાવી અથવા રાજાનું માન્યપણું બતાવી કે ક્રોધનું ફળ દેખાડી ભિક્ષા ગ્રહણ કરવાથી કોપિંડ દોષ લાગે છે 7, પિતાની લબ્ધિની પ્રશંસાથી કે બીજાએ ઉત્સાહ આપવાથી કે કોઈએ અપમાન કરવાથી “હું સારો આહાર લાવી આપું.” એમ અહંકાર કરી આહાર લાવે તે માનપિંડ દોષ કહેવાય છે 8, વિવિધ પ્રકારના વેષ અને ભાષા વિગેરે બદલી આહાર લાવે તે માયાપિંડ દોષ છે 9, અતિલોભથી આહાર માટે અટન કરે તે લેપિંડ દેષ છે 10, આ રીતે દશ દોષ લાગે છે. તથા પૂર્વ એટલે દાતારના માબાપને અથવા પચ્છા એટલે દાતારના સાસુસસરાને સંસ્તવ એટલે પરિચય જણાવી એટલે ઓળખાણ કાઢી ભિક્ષા ગ્રહણ કરવાથી પૂર્વપશ્ચાત્સસ્તવપિંડ: નામને દેષ લાગે છે 11, વિદ્યાનો ઉપયોગ કરી ભિક્ષા લેવાથી વિદ્યાપિંડ દોષ લાગે છે 12, મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવાથી મંત્રપિંડ દોષ લાગે છે 13, નેત્રોજન આદિ ચૂર્ણને ઉપયોગ કરી ભિક્ષા લેવાથી ચૂર્ણપિંડ દોષ લાગે છે 14, પાદલેપ આદિ ભેગને ઉપયોગ કરી ભિક્ષા ગ્રહણ કરવાથી ગપિંડ દેષ લાગે 15, તથા ગર્ભનું સ્તંભન, ધારણ, પાત, રક્ષાબંધન વિગેરે કર્મ કરી ભિક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust